અંતઃસ્ત્રાવી કાર્યો સિવાય જરાયુના બીજા કાર્યો જણાવો.
વિકાસ પામતાં ગર્ભ અને માતૃશરીર વચ્ચે જરાયુ એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, જરાયુ અંતઃસ્ત્રાવી પેશી કાર્ય કરી અનેક અંતઃસ્રાવો જેવાં કે $(1)$ હ્યુમન કોરિઓનિક ગોનેડોટ્રોપિન $(hCG)$ $(2)$ હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન $(hPL)$ $(3)$ ઇસ્ટ્રોજન અને $(4)$ પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે.
અંતઃસ્ત્રાવી કાર્યો સિવાય જરાય પોષક ઘટકો અને ઑક્સિજન ગર્ભમાં પહોંચાડવાનું તેમજ ગર્ભ દ્વારા ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો તેમજ નકામા પદાર્થો દૂર કરવાનું કાર્ય કરે છે.
આપેલ આકૃતિમાં દર્શાવેલ ભાગોમાંથી $P$ ને ઓળખો
જરાયુનું નીચેનામાંથી કયું કાર્ય સાચું છે ?
પ્રસુતિ દરમિયાન, માદાનું સૂત્ર શું ધરાવે છે ?
કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.
ક્યું જોડકું ખોટું છે ?