7.Alternating Current
medium

અવરોધકને લાગુ પાડેલ $AC$ વોલ્ટેજની સમજૂતી આપો અને જરૂરી આલેખથી સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધકને $ac$ વોલ્ટેજ સાથે જોડેલો છે.

અહી $ac$ સ્રોત એવો ધ્યાનમાં લઈએ જે તેનાં બે છેડા વચ્ચે સાઇન વિધેય અનુસાર બદલાતો જતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. આવા વિદ્યુતસ્થિતિમાનના તફાવતને એસી વોલ્ટેજ પણ કહે છે.

$\therefore$ એસી વોલ્ટેજ $V = V _{ m } \sin \omega t\ldots (1)$

જ્યાં $V _{ m }$ એ દોલન પામતા વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો કંપવિસ્તાર છે. એટલે મહત્તમ વોલ્ટેજ છે અને $\omega$ એ કોણીય આવૃતિ છે.

સમીકરણ $(1)$ પરથી, $V = IR$ જ્યાં $I$ ને કિર્ચોફના લૂપના નિયમ પરથી શોધી શકાય.

$\therefore IR = V _{ m } \sin \omega t$

$\therefore I =\frac{ V _{ m }}{ R } \sin \omega t\dots(2)$

જ્યાં પ્રવાહનો કંપવિસ્તાર,

$I _{ m }=\frac{ V _{ m }}{ R }$ જે ઓહમનો નિયમ છે.

આ સંબંધ એ,સી. અને ડી.સી. વોલ્ટેજ કે પ્રવાહ (સિગ્નલ) માટે સમાન રીતે લાગુ પાડી શકાય છે.

શુધ્ધ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને વિદ્યુતપ્રવાહના સમયના વિધેય તરીકેનો આલેખ દર્શાવ્યો છે.

અહી $V$ અને $I$ બંને એક જ સમયે શૂન્ય, લધુતમ અને મહત્તમ મૂલ્યો ધારણ કરે છે તેથી $V$ અને $I$ બંને એકબીજા સાથે સમાન ક્ળામાં છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.