- Home
- Standard 12
- Physics
2. Electric Potential and Capacitance
medium
સ્થિત વિધુત શિલ્ડિંગની આકૃતિ દોરીને સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution

આકૃતિમાં દર્શાવ્યા અનુસારની બખોલ ધરાવતો સુવાહક છે.
બખોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી.
બખોલનું પરિમાણ કે આકાર ગમે તે હોઈ શકે.
બખોલવાળ સુવાહકને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં મૂકીએ તો પણ બખોલમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
જો સુવાહકને વિદ્યુતભારિત કરવામાં આવે અથવા બાહ્ય વિદ્યુતક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પર વિદ્યુતભારોને પ્રેરિત કરવામાં આવે, તો પણ બધા વિદ્યુતભારો બખોલ ધરાવતા સુવાહકની બાહ્ય સપાટી પર જ રહે છે.
સુવાહકની અંદરની બખોલ બહારની વિદ્યુત અસરોથી હંમેશાં શિલ્ડેડ (સુરક્ષિત) રહે છે જેને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. ઉદાહરણ : આપણે કારમાં બેઠા હોઈએ અને બહારથી વિદ્યુતનો જીવંત તાર કે આકાશમાંની વીજળી કાર સાથે સંપર્કમાં આવે, તો કારના બારણાં જો બંધ હોય તો કારની બખોલમાં વિદ્યુતથી રક્ષણ મળે છે.
Standard 12
Physics
Similar Questions
medium