$1\,cm$ અને $2\, cm$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓને $1.5 \times 10^{-8}$ અને $0.3 \times 10^{-7}$ કુલબના ધન વિદ્યુતભારથી વિદ્યુતભારીત કરેલા છે. જ્યારે તેઓને તાર વડે જોડવામાં આવે છે તો વિદ્યુતભાર......
પહેલાથી બીજા ગોળા તરફ વહશે
બીજાથી પહેલા ગોળા તરફ વહશે
વહન પામશે નહિ
પહેલા ગોળાથી બીજા ગોળા તરફ અથવા બીજાથી પહેલા ગોળા તરફ
અંદર ત્રિજ્યા $r_{1}$ અને બહારની ત્રિજ્યા $r_{2}$ ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિધુતભાર $Q$ છે.
$(a)$ કવચના કેન્દ્ર પર વિધુતભાર $q$ મૂકવામાં આવે છે. કવચની અંદરની અને બહારની સપાટિઓ પર વિધુતભારની પૃષ્ઠઘનતા કેટલી હશે ?
$(b)$ જો કવચ ગોળાકાર ન હોય પર ગમે તેવો અનિયમિત આકાર ધરાવતી હોય તો પણ બખોલ ( જેમાં કોઈ વિધુતભાર નથી ) ની અંદરનું વિધુતક્ષેત્ર શૂન્ય છે ? સમજાવો.
$6\ cm$ ત્રિજયા ઘરાવતા ગોળીય કવચને સમકેન્દ્રિત રહે તેમ $4\ cm$ ત્રિજયા ઘરાવતો ગોળો મુકેલ છે. બહારની ગોળીય કવચને ગ્રાઉન્ડ કરેલી છે.જો અંદરના ગોળાનો વોલ્ટેજ $3\ e.s.u$ હોય તો તેમાં વિદ્યુતભાર કેટલા .......$ e.s.u.$ થાય?
બે સમાન વાહક ગોળાઓ $A$ અને $B$ એકબીજાથી $5 \;cm$ અંતરે મૂકેલા છે તથા સમાન રીતે વિદ્યુતભારીત કરેલાં છે. તેમની ત્રિજ્યાઓ અનુક્રમે $1\; mm$ અને $2 \;mm$ છે. જો બંને ગોળાને વાહકતાર વડે જોડવામાં આવે, તો સંતુલિત સ્થિતિમાં ગોળા $A$ અને $B$ ની સપાટી પરનાં વિદ્યુતક્ષેત્રોનો ગુણોત્તર કેટલો થાય?
વિધુતક્ષેત્ર અને વિધુતસ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો.
આકૃતિમાં ત્રણ સમકેન્દ્રિય ધાતુ કવચો દર્શાવેલ છે. સૌથી બહારના કવચ પર વિદ્યુતભાર $q_2$ છે. સૌથી અંદરના કવચ પર વિદ્યુતભાર $q_1$ છે અને વચ્ચેનું કવચ વિદ્યુતભાર રહિત છે. સૌથી બહારના કવચની અંદરની સપાટીએ વિદ્યુતભાર કેટલો છે?