10.Wave Optics
medium

સમતલ અગ્ર માટે હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી $\tau $ સમય બાદ નવું તરંગઅગ્ર કેવી રીતે મળે છે તે સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

આકૃતિમાં જમણી બાજુ પ્રસરતા સમતલ તરંગઅગ્ર માટે હાઈગેન્સની ભૌમિતિક રચના $t=0$ સમયે સમતલ તરંગઅગ્ર. $F _{1} F _{2}$ અને ત્યારબાદના $t=\tau$ સમયે તરંગઅગ્ર આગળની દિશામાં $G _{1} G _{2}$ દર્શાવેલ છે.

અહીં જો તરંગનો વેગ $v$ હોય, તો $\tau$ સમયમાં તરંગે કાપેલું અંતર $v \tau$ થાય.

હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર $F _{1} F _{2}$ પરના બધા કણો જેવાં કે $A _{1}, B _{1}, C _{1}, D _{1}, \ldots$, એ સ્વયં અને સ્વતંત્ર એવા ગૌણ બિંદુવત ઉદગમો તરીકે વર્તે છે અને પોતાની આસપાસ $v \tau$ જેટલી ત્રિજ્યાના ગોળાકાર ગૌણ તરંગઅગ્રો ઉત્સાર્જિત કરે છે.

આ બધા ગૌણ તરંગઅગ્રોનો પરિસ્પર્શક દોરતાં તે $\tau$ સમયે નવા તરંગઅગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે જે $G _{1} G _{2}$ વડે દર્શાવેલ છે.

આમ, હવે આ તરંગઅગ્ર પરથી બીજા $\tau$ સમયે ફરીથી નવું તરંગઅગ્ર મળે છે આને તરંગ માધ્યમમાં આગળને આગળ પ્રસરે છે.

રેખાઓ $A _{1} A _{2}, B _{1} B _{2}, C _{1} C _{2}, D _{1} D _{2}, \ldots$, વગેરે તરંગઅગ્ર $F _{1} F _{2}$ અને $G _{1} G _{2}$ એમ બંનેને લंબ છે જેને પ્રકાશ કિરણ કહે છે.

તરંગઅગ્રને લંબ અને તરંગના પ્રસરણની દિશાનું સૂયન કરતી રેખાને કિરણ કહે છે.

હાઈગેન્સના તરંગવાદનો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે તે બધાજ પ્રકારના એટલે કે, ગોળાકાર કે સમતલ તરંગોને લાગુ પાડી શકાય છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.