- Home
- Standard 11
- Chemistry
Environmental Study
medium
ઓઝોન સ્તરના ક્ષયનની પર્યાવરણ પર અસરો વિશે ટૂંકમાં સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
ઓઝોન સ્તરના ક્ષયનથી વધુ પારજાંબલી વિકિરણો ક્ષોભ-આવરણમાં પ્રવેશે છે. આ પારજાંબલી વિકિરણોના કારણે ચામડી જીર્ણ થવી, આંખમાં મોતિયો આવવો, સૂર્યની ગરમીથી દઝાવું, ચામડીનું કેન્સર થવું, જલજ વનસ્પતિનો નાશ થવો, માછલીની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવો વગેરે થાય છે.
પારજાંબલી વિકિરણો વનસ્પતિ પ્રોટીન પર અસર કરે છે. તેઓ વનસ્પતિ કોષમાં નુકસાનકારક ઉત્પરિવર્તન લાવે છે. તેનાથી વનસ્પતિનાં પર્ણો પર રહેલા છિદ્રો દ્વારા પાણીનું બાષ્પીભવન થાય છે અને જમીનમાં રહેલા ભેજનું પ્રમાણ ઘટે છે. આમ, ભૂપૃષ્ઠી જળનું બાષ્પીભવન વધે છે.
પારજાંબલી વિકિરણોના વધુ પ્રમાણથી રંગ અને રેસાઓને નુકસાન થાય છે અને તેઓ જલદી ઝાંખા પડી જાય છે.
Standard 11
Chemistry