- Home
- Standard 11
- Physics
તત્કાલીન વેગ સમજાવો અને તે $x \to t$ ના આલેખ પરથી કેવી રીતે મેળવી શકાય તે સમજાવો.
Solution

અનિયમિત ગતિ કરતા પદાર્થના સરેરાશ વેગ પરથી તેના ગતિ માર્ગ પરના આપેલા કોઈ બિંદુએ તેના વેગનું મૂલ્ય અને વેગની દિશા એટલે ધન કે ઋણ જાણી શકાતું નથી. આ માટે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તત્કાલીન વેગને, સરેરાશ વેગના અતિસૂક્ષ્મ સમયગાળા $(\Delta$t) ના લક્ષ વડે દર્શાવી શકાય છે.
એટલે કે, $v=\lim _{\Delta t \rightarrow 0} \frac{\Delta x}{\Delta t}$
જ્યાં, $\Delta x=$ સ્થાનાંતરનું મૂલ્ય
$\Delta t=$ સમયગાળો
$\therefore v=\frac{d x}{d t}=\dot{x}$
કલન ગણિતની ભાષામાં, તેને $x$ નું સમય $t ન$ સાપેક્ષે વિક્લન ફળ કહે છે. જે આપેલા સમયે પદાર્થના સ્થાનમાં થતાં ફેરફારનો દર છે. જે બે રીતે મેળવી શકાય છે :
$(1)$ આલેખની રીત $:$
ધારો કે અનિયમિત ગતિ કરતી કોઈ એક કારની ગતિ માટે $x \rightarrow t$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે અને $t=4 s$ સમયે કણનું સ્થાન $P$ છે અને $P$ બિંદુએ તત્કાલીન વેગનું મૂલ્ય આલેખની રીતે મેળવવું છે.