- Home
- Standard 11
- Physics
બળના મુખ્ય પ્રકારોના ઉદાહરણ આપી સમજાવો.
Solution
પદાર્થ પર બળ લાગવાથી થતી અસર માટે પદાર્થ સાથે સંપર્કમાં હોવું જરૂરી છે પણ હંમેશાં તેની સાથે સંપર્કમાં હોવું જરૂરી નથી. આથી, બળના મુખ્ય બે પ્રકારો મળે.
$(i)$ સંપર્કબળ :
કોઈ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થા બદલવા માટે પદાર્થ સાથેનો સંપર્ક હોવો જરૂરી છે. આમ, સંપર્ક દ્વારા જે બળથી ગતિની અવસ્થા બદલી શકાય તેવાં બળને સંપર્કબળ ક્હે છે.
સંપર્કબળ, સંપર્કમાં રહેલા બંને પદાર્થ પર લાગે છે. દા.ત. : આપણી પાસે પડેલા સ્થિરે ટેબલને ધક્કો મારીએ કે આપણી બાજુ ખેંચીએ ત્યારે તેના પર સંપર્કબળ એકબીજા પર લાગે છે.
$(ii)$ ક્ષેત્રબળ :
નિયત વિસ્તારમાં આવતો યોગ્ય પદાર્થ, ચુંબક, વિદ્યુતભાર, ગુરુત્વાકર્ષણના કારણે બળ અનુભવે છે તેવાં વિસ્તારને બળક્ષેત્ર કહે છે.
બળક્ષેત્રમાં કેટલાંક યોગ્ય પદાર્થો સંપર્કમાં આવ્યા સિવાય એકબીજાં પર બળ લગાડે તો તેને ક્ષેત્રબળ કહે છે. ચુંબકીય બળ, વિદ્યુતબળ અને ગુરુત્વાકર્ષણ બળ એ ક્ષેત્રબળ છે.
દા.ત. : મકાનની ટોચ પરથી મુક્તપતન પામતો પદાર્થ પૃથ્વી તરફ પ્રવેગિત થાય છે. અહી, પૃથ્વી અને મુક્ત પતન પામતો પદાર્થ સંપર્કમાં નથી તેમ છતાં પૃથવીના ગુરુત્વક્ષેત્રના કારણે પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે.
આ ઉપરાંત, ચુંબકથી થોંડે દૂર લોખંડની ખીલી મૂકતાં તે આકર્ષણના કારણે ચુંબક તરફ ગતિ કરે છે. અર્હી ચુંબકના યુંબકીયક્ષેત્રના કારણે ખીલી પર આકર્ષણ બળ લાગે છે.