બોરેક્સના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બોરેક્ષ : તે બોરોનનું મહત્વનું સંયોજન છે.

અણૂસૂત્ર : $\mathrm{Na}_{2} \mathrm{BH}_{4} \mathrm{O}_{7} \cdot 10 \mathrm{H}_{2} \mathrm{O}$

વાસ્તવમાં તેમાં ચતુર્કેન્દ્રિય એકમો $\left[\mathrm{B}_{4} \mathrm{O}_{5}(\mathrm{OH})_{3}\right]^{2-}$ હોય છે. સાચું સૂત્ર : $\mathrm{Na}_{2}\left[\mathrm{~B}_{4} \mathrm{O}_{5}(\mathrm{OH})_{4}\right] \cdot 8 \mathrm{H}_{2} \mathrm{O}$ થાય છે. બોરેક્ષ પાણીમાં ઓગાળીને બેઝિક દ્રાવણ આપે છે.

$\mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7}+7 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow 2 \mathrm{NaOH}+4 \mathrm{H}_{3} \mathrm{BO}_{3}$

$\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad$ઓર્થોબોરિક ઍસિડ

બોરેક્ષ મણકા કસોટી : બોરેક્ષને ગરમ કરવાથી પ્રથમ પાણીનો અણુ ગુમાવે છે અને ત્યારબાદ ફૂલે છે તેને વધુ ગરમ કરવાથી તે પારદર્શક પ્રવાહીમાં ફેરવાય છે, જે કાચ જેવા ધન પદાર્થમાં રૂપાંતર પામે છે. તેને બોરેક્ષ મણકો કહે છે.

$\mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7} \cdot 10 \mathrm{H}_{2} \mathrm{O} \stackrel{\Delta}{\longrightarrow} \mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7} \stackrel{\Delta}{\longrightarrow} 2 \mathrm{NaBO}_{2}+\mathrm{B}_{2} \mathrm{O}_{3}$

પ્રયોગશાળામાં તેની પરખ માટે આ કસોટી ઉપયોગી છે. દા.ત. જ્યારે બોરેક્સને પ્લેટિનમ તારની કડી પર $\mathrm{CoO}$ સાથે બુન્સેન બર્નર પર ગરમ કરવામાં આવે ત્યાર વાદળી રંગનો મણકો $\mathrm{Co}\left(\mathrm{BO}_{2}\right)_{2}$ બને છે.

Similar Questions

એલ્યુમિનિયમ ટ્રાયફલોરાઈડ નિર્જળ $HF$ માં અદ્રાવ્ય હોય છે પણ $NaF$ ઉમેરવાથી તે દ્રાવ્ય થાય છે. મળતા દ્રાવણમાંથી વાયુમય $BF_3$ ને પસાર કરવાથી એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ અવક્ષેપિત થાય છે. કારણો આપો. 

$BF_3\, (130\, pm) $ અને $BF_4^- \,(143\, pm)$ માં $B-F$ બંધની લંબાઈ શા માટે અલગ પડે છે ? કારણો જણાવો. 

$AlF_3$ માત્ર $KF$ની હાજરીને કારણે $HF$ માં દ્રાવ્ય છે , તે કોની રચનાને કારણે છે?

  • [NEET 2016]

બોરોન સમૂહનાં તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પી  અને વિધુતઋણતા સમજાવો.

વિધાન સમજાવો :

$(1)$ $Ga$ ની આયનીકરણ એન્થાલ્પી $Al$ કરતાં વધારે છે. 

$(2)$ $B$ સામાન્ય રીતે $B^{+3}$ આયન આપતો નથી.