- Home
- Standard 12
- Biology
નર અને માદા પ્રજનનતંત્રનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.
Solution
પ્રજનન એક પ્રક્રિયા છે. જેના દ્વારા પેઢીનું સાતત્ય જળવાય છે અને એકાકી કોષોનું જનીનદ્રવ્ય બેવડાય છે. આ પ્રક્રિયામાં જનીનદ્રવ્ય એક પેઢીથી બીજી પેઢીમાં પસાર થાય છે. આમ, પ્રજનન જાતિના જીવનને જાળવે છે.
માનવ લિંગી પ્રજનન કરતા અને અપત્યપ્રસવી પ્રાણી છે. માનવ પ્રાજનનિક ઘટનાઓમાં જનનકોષોનું નિર્માણ (gametogenesis) એટલે કે નરમાં શુક્રકોષો અને માદામાં અંડકોષોનું નિર્માણ થાય છે. શુક્રકોષોને માદાના જનન માર્ગમાં દાખલ કરવા (insemination) તથા નર અને માદા જનનકોષોનું જોડાણ (ફલન -fertilization) થાય છે જે ફલિતાંડના નિર્માણ તરફ દોરી જાય છે. ફલન બાદની ઘટનાઓમાં ગર્ભકોઇ કોથળી (blastocyst)નું નિર્માણ અને વિકાસ, ત્યારબાદ તેનું ગર્ભાશય (uterine)ની દીવાલ સાથે જોડાવું, ગર્ભસ્થાપન (implantation), ગર્ભવિકાસ (gestation) અને બાળકનો જન્મ-પ્રસૂક્તિ (parturition)ની ક્રિયાઓ થાય છે.
પ્રાજનનિક ઘટનાઓ યૌવનારંભ (Puberty) બાદ થતી જોવા મળે છે. નર અને માદામાં પ્રાજનનિક ઘટનાઓમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. દા.ત., શુક્રકોષોનું નિર્માણ વૃદ્ધ પુરુષોમાં પણ ચાલુ રહે છે. પરંતુ અંડકોષોનું નિર્માણ સ્ત્રીઓમાં 50 વર્ષની વય આસપાસ સ્થગિત થઈ જાય છે.