રેડિયમના ન્યુક્લિયરના વિભંજનની ઘટનામાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે તે સમજાવો.
રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થઈને રેડોનનો ન્યુક્લિયસ અને $\alpha$-કણ મળે છે. જे આંતરિક બળોને કારણે મળે છે આને બાહ્યબળો અવગણી શકાય તેટલાં નાના છે.
રેડિયમના ન્યુક્લિયસનું વિભંજન થતાં રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર તંત્રનું (રેડિયમનું) વિભંજન થતાં પહેલાનું વેગમાન અને વિભંજનના કારણો મળતાં રેડોન અને $\alpha$-કણમા વેગમાનનો સરવાળો સમાન હોય છે.
આ માટે રેડોન અને $\alpha$-કણ એવી રીતે જુદા-જુદા ગતિમાન થાય છે જેથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ જ દિશામાં ગતિ કરે જે રેડિયમના ન્યુક્લિયસની ગતિની દિશા હોય. જે આકૃતિ $(a)$ માં બતાવેલ છે.
જે આપણે એવી નિર્દેશ ફેમમાંથી રેડિયમના ન્યુક્લિયસનું ક્ષય (વિભંજન)નું અવલોકન કરીએ કે જેનાં દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય કેન્દ્ર સ્થિરિ રહે. જे આકૃતિ $(b)$ માં દર્શાવેલ છે.
કણોના તંત્રની ધણી સમસ્યાઓમાં નિર્દેશ ફ્રેમ તરીકે પ્રયોગશાળાને બદલે દ્રવ્યમાન કેન્દ્રને લેવાથી કાર્ય કરવું અનુકૂળ રહે છે.
$3 m$ દળનો સ્થિર બોમ્બ ફૂટતા ત્રણ સમાન ટુકડા થાય છે.બે ટુકડાના વેગ $ v\hat j $ અને $ v\hat i $ .હોય,તો ત્રીજા ટુકડાનો વેગ કેટલો થાય?
એક $9 \,kg$ દળનો બોમ્બ $3 \,kg$ અને $6 \,kg$ નાં બે ટુકડાઓમાં ફાટે છે. જો $3 \;kg$ વાળા દળનો વેગ $16 \,m / s$ છે.તો $6 \,kg$ વાળા દળની ગતિઉર્જા જૂલમાં કેટલી હશે?
સ્થિર પડેલ બૉમ્બ એકાએક ફાટતાં તેના ત્રણ સરખા ટુકડા થાય છે. બે ટુકડાઓ એકબીજાને પરસ્પર એવી લંબદિશામાં $9\ m s^{-1}$ અને $12\ m s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય ....... $ms^{-1}$
એક ન્યુટ્રોનનું દળ $1.67 × 10^{-27} kg $ છે અને તે $ 10^8m/s$ ના વેગથી ગતિ કરતી વખતે સ્થિર સ્થિતિમાં રહેલા એક ડ્યુટેરોન સાથે અથડાય છે અને તેની સાથે ચોટી જાય છે. જો ડ્યુટેરોનનું દળ $3.34 ×10^{-27 } kg$ હોય તો બંનેના જોડાણની ઝડપ કેટલી હશે?
એક બોમ્બ હવામાં ગતિ કરતાં કરતાં ચાર અસમાન ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. નીચેનામાંથી શેનું સંરક્ષણ થતું હશે?