''ક્ષારણ'' ને એક ઉદાહરણ સહિત સમજાવો.
જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, ઍસિડ વગેરેનો હુમલો થાય (અસર થાય) ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય અને આ પ્રક્રિયાને ક્ષારણ (Corrosion) કહેવાય.
દા.ત., ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર અને તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર એ ક્ષારણના અન્ય ઉદાહરણો છે.
નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યાર બાદ તેઓને સમતોલિત કરો :
$(a)$ હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે.
$(b)$ હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને (દહન પામીને) પાણી અને સલ્ફર ડાયૉક્સાઇડ આપે છે.
$(c)$ બૅરિયમ ક્લોરાઇડ ઍલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બૅરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે.
$(d)$ પોટૅશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે.
પદાર્થ $‘X'$ નું દ્રાવણ ધોળવા (White Washing) માટે વપરાય છે.
$(i)$ પદાર્થ $'X'$ નું નામ આપો અને તેનું સૂત્ર લખો.
$(ii)$ $(i)$ માં જેનું નામ દર્શાવ્યું છે તે પદાર્થ $'X'$ ની પાણી સાથેની પ્રક્રિયા લખો.
ઑક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે ''ઑક્સિડેશન'' નાં બે ઉદાહરણ સહિત સમજાવો.
સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે ? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ ?
વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો.