$Fe _{2} O _{3}+2 Al \rightarrow Al _{2} O _{3}+2 Fe$
ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે ?
સંયોગીકરણ પ્રક્રિયા
વિસ્થાપન પ્રક્રિયા
વિઘટન પ્રક્રિયા
દ્વિવિસ્થાપન પ્રક્રિયા
શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે ? સમજાવો.
ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ એટલે શું ? ઉદાહરણો આપો.
નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઑક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો.
$(i)$ $4 Na ( s )+ O _{2}( g ) \rightarrow 2 Na _{2} O ( s )$
$(ii)$ $CuO ( s )+ H _{2}( g ) \rightarrow Cu ( s )+ H _{2} O ( l )$
આકૃતિમાં દર્શાવ્યા સિવાયની કોઈ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો.
પદાર્થ $‘X'$ નું દ્રાવણ ધોળવા (White Washing) માટે વપરાય છે.
$(i)$ પદાર્થ $'X'$ નું નામ આપો અને તેનું સૂત્ર લખો.
$(ii)$ $(i)$ માં જેનું નામ દર્શાવ્યું છે તે પદાર્થ $'X'$ ની પાણી સાથેની પ્રક્રિયા લખો.