- Home
- Standard 12
- Physics
વિધુતક્ષેત્ર રેખાઓની સમજૂતી આપો અને વિધુતક્ષેત્રનું માન સમજાવો.
Solution

વિદ્યુતભાર કે વિદ્યુતભારના તંત્રથી ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુતક્ષેત્ર રેખાઓ.
અવકાશમાં વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્રની દિશામાં જ હોય તેવાં સદિશો દોરો કે જેમના મૂલ્ય દરેક બિંદુએ ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય.
બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય $\mathrm{E}=\frac{k \mathrm{Q}}{r^{2}}$ હોવાથી જેમ જેમ વિદ્યુતભારથી દૂર જઈએ તેમ તેમ સદિશ નાના થતાં જાય છે અને હંમેશાં ત્રિજયાવર્તી દિશામાં હોય છે. (જો ધન વિદ્યુતભાર હોય તો બહાર તરફ અને ઋણ વિદ્યુતભાર હોય તો અંદર તરફ હોય છે.) જે આકૃતિમાં બતાવ્યું છે.
આકૃતિમાં દરેક તીરના પુચ્છ પર મૂકેલા એકમ ધન વિધુતભાર પર લાગતું બળ એટલે તે બિંદુ આગળની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. તીરોને તીરની દિશામાં જોડવાથી ક્ષેત્ર રેખા મળે છે. જે બિંદુવતું વિદ્યુતભાર માટે અનંત મળે છે.
વિદ્યુતભારના ક્ષેત્રનું મૂલ્ય ક્ષેત્રરેખાઓની ગીચતા (ઘનતા) દ્વારા દર્શાવાય છે.
વિદ્યુતભારની નજીક વિદ્યુતક્ષેત્ર પ્રબળ હોય છે અને ક્ષેત્રરેખાઓની ઘનતા વધુ છે એટલે કે નજીક નજીક છે જ્યારે વિદ્યુતભારથી દૂર સેત્ર નબળું હોય છે અને ક્ષેત્ર રેખાઓની ઘનતા (ગીચતા) ઓછી છે તેથી દૂર દૂર હોય છે.