પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી-જુદી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ શાથી ફરે છે તે ઇલેક્ટ્રોનની ઊર્જાના સૂત્રો પરથી સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રધરફર્ડના પરમાણુ અંગેના ન્યુક્લિયર મૉડલ અનુસાર, પરમાણું તેના કેન્દ્રમાં ખૂબ નાના, દળદાર અને ધન વિધુતભારિત ન્યુક્લિયસ અને તેની આસપાસ સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રૉનનો બનેલો છે જે વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ ગોળો છે. ભ્રમણ કરતાં ઇલેક્ટ્રૉન અને ન્યુક્લિયસ વચ્ચેનું સ્થિત વિદ્યુત આકર્ષણ બળ તેમને કક્ષામાં ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. હાઇડ્રોજન પરમાણું ઇલેક્ટ્રૉનને સ્થાયી કક્ષામાં ગતિ કરવા માટે,

$F _{e}= F _{c}$ જ્યાં $F _{e}=$ વિદ્યુતબળ $F _{c}=$ કેન્દ્રગામીબળ

$\therefore \frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{e^{2}}{r^{2}}=\frac{m v^{2}}{r} \quad \therefore r=\frac{e^{2}}{4 \pi \epsilon_{0} \cdot m v^{2}}\dots(1)$

જે કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનના વેગ વચ્ચેનો સંબંધ છે.

હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોનની ગતિઊર્જા,

$\frac{1}{2} m v^{2}=\frac{e^{2}}{2 \times 4 \pi \in_{0} r} \quad[\because$ [સમીકરણ $(1)$ પરથી]

$\therefore K =\frac{e^{2}}{8 \pi \epsilon_{0} r}$

અને સ્થિતિઊર્જા,

$U =-\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{ Z e \times e}{r}$

$\therefore U =-\frac{e^{2}}{4 \pi \epsilon_{0} r}$

આ સૂત્રમાં ઋણ ચિહન સૂચવે છે કે સ્થિત વિદ્યુતબળ - $r$ દિશામાં છે.

આમ, હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા,

$E = K + U$

$=\frac{e^{2}}{8 \pi \epsilon_{0} r}-\frac{e^{2}}{4 \pi \epsilon_{0} r}[\because$ સમીકરણ $(1)$ અને $(2)$ પરથી]

$\therefore E =\frac{e^{2}-2 e^{2}}{8 \pi \epsilon_{0} r}=-\frac{e^{2}}{8 \pi \epsilon_{0} r}$

$\therefore E =-\frac{e^{2}}{8 \pi \epsilon_{0} r}$

ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા ઋણ છે તે એવું સૂયવે છે કे, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત છે.

જે કુલ ઊર્જા $E$ ધન હોત, તો ઈલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ બંધ કક્ષામાં ફરતો ન હોત.

Similar Questions

ગેઇગર અને માસર્ડેને પ્રકીર્ણનના પ્રયોગમાં કયા રેડિયોઍક્ટિવ સ્ત્રોતનો ઉપયોગ કર્યો ? 

હાઇડ્રોજન અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની બંધનઉર્જા $13.6\, eV$ છે. તો $Li^{++}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલા $eV$ ઉર્જાની જરૂર પડે?

હાઈડ્રોજન પરમાણુમાં $r_0$ અને $4r_0$ ત્રિજ્યાની કક્ષાઓમાં બે ઈલેક્ટ્રોન આવેલા છે. તેઓના ન્યુક્લિયસની આસપાસના ભ્રમણની આવૃત્તિનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા-સ્થિતિમા અવસ્થામાં રહેલા ઇલેકટ્રોનની કક્ષાના ક્ષેન્નફળનો ગુણોત્તર કેટલો થાય?

હાઇડ્રોજન પરમાણુમાં પહેલી અને ચોથી કક્ષામાં સંક્રાતિ દરમિયાન ત્રણ રેખાનું શોષણ થાય છે, તો ઉત્સર્જન રેખા કેટલી થાય?