ગેઇગર અને માસર્ડેને પ્રકીર્ણનના પ્રયોગમાં સુવર્ણના વરખની જાડાઈ કેટલી રાખી હતી ?
નીચેનામાથી કયા કણને $e/m$ નો ગુણોતર મહતમ હોય.
ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા નક્કી કરવાની શક્તિશાળી રીત જણાવો.
સંઘાત પ્રાચલ અને પ્રકીર્ણન કોણ વચ્ચેનો સંબંધ જણાવો.
હાઇડ્રોજન પરમાણુમાં પહેલી અને ચોથી કક્ષામાં સંક્રાતિ દરમિયાન ત્રણ રેખાનું શોષણ થાય છે, તો ઉત્સર્જન રેખા કેટલી થાય?
દરેક વિધાનને અંતે આપેલ શબ્દ શબ્દ સમૂહોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
$(a)$ થોમસનના મૉડેલમાં પરમાણુનું પરિમાણ, રધરફર્ડના મૉડેલમાં પરમાણુના પરિમાણ ............. છે. (કરતાં ઘણું મોટું / થી જુદું નથી / કરતાં ઘણું નાનું)
$(b)$ ........... ની ધરા અવસ્થામાં ઈલેક્ટ્રૉન સ્થાયી સંતુલનમાં છે જ્યારે ......... માં ઈલેક્ટ્રૉન હંમેશાં ચોખ્ખું (Net) બળ અનુભવે છે. (થોમસન મૉડેલ / રધરફર્ડ મૉડેલ)
$(c)$ ..... પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે. (થોમસન મૉડેલ / રધરફર્ડ મોડેલ)
$(d)$ ....... માં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે પરંતુ .... માં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે.
(થોમસન મૉડેલ / રધરફર્ડ મૉડેલ)
$(e)$ ......... માં પરમાણુનો ધન વિદ્યુતભારિત વિભાગ લગભગ બધું દળ ધરાવે છે. (રધરફર્ડ મૉડેલ / બંને મૉડેલ)