તરંગઅગ્રની સમજૂતી આપી તેનાં પ્રકારો જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે આપણે શાંત જલાગારમાં એક નાના પથ્થરને પડતો મૂકીએ છીએ ત્યારે પથ્થર પડવાના બિંદુ આગળથી પાણીની સપાટી પર તરંગો બહાર તરફ પ્રસરે છે.

સપાટી પરનું દરેક બિંદુ સમય સાથે દોલનો કરવાનું શરૂ કરે છે, આથી કોઈ પણ સમયે સપાટી પર પથ્થર પડવાના બિંદુને કેન્દ્ર ગણીને વર્તુળાકાર વલયો દેખાય છે.

આવા એક વર્તુળાકાર પરના બધા જ બિંદુઓ ઉગમથી સરખા અંતરે હોવાના કારણે સમાન કળામાં દોલન કરતાં હશે અને સમાન કળામાં દોલન કરતાં બિંદુઓને જોડતાં મળતાં કાલ્પનિક વક્રને તરંગઅગ્ર કહે છે.

તરંગઅગ્રને અચળ કળાતફાવત ધરાવતા પૃષ્ઠ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય.

તરંગઅગ્ર જે ઝડપથી ઉગમથી બહાર તરફ ગતિ કરે છે તેને તરંગની ઝડપ કહે છે.

તરંગની ઊર્જા, તરંગઅગ્રને લંબદિશામાં ગતિ કરે છે.

તરંગઅંગ્રને લંબ અને તરંગની દિશાનું સૂચન કરતી રેખાને કિરણ કહે છે.

તરંગઅગ્ર અને કિરણ લંબરૂપે હોય છે. જો બધીજ દિશામાં સમાન રીતે તરંગો ઉત્સર્જિત કરતું બિંદુવતુ ઉગમ હોય તો, સમાન કંપવિસ્તાર સાથે અને સમાન કળામાં દોલન કરતાં બિંદુઓના સ્થાન ગોળાઓ પર હશે. (ત્રિપરિમાણમાં) જે આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ ગોળાકાર તરંગો મળે છે. આવા તરંગો અપસારી હોય છે.

(અહી આકૃતિ દ્રીપરિમાણમાં છે)

ઉદગમથી ધણાં મોટા અંતરે (અતિ દૂર) ગોળાકાર તરંગઅગ્રોના નાના ભાગને સમતલ ગણી શકાય જેને આપણે સમતલ તરંગઅગ્રો કહીએ છીએ જે આકૃતિ $(b)$ માં દર્શાવે છે.

રેખીય ઉદગમમાંથી ઉદ્ભવતા અને સમાંગ તથા સમદિગ્ધર્મી માધ્યમમાં પ્રસરતા તરંગોને નળાકાર તરંગઅગ્રો અથવા તરંગો કહે છે.

દા.ત. : ટ્યૂબલાઈટમાંથી નીકળતા તરંગો. જે આકૃતિ $(c)$ માં દર્શાવેલ છે.

Similar Questions

ગૌણ તરંગો માટે હાઈગેનનો સિદ્ધાંત .......શોધવા ઉપયોગમાં લઈ શકાય.

સમતલ અગ્ર માટે હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી $\tau $ સમય બાદ નવું તરંગઅગ્ર કેવી રીતે મળે છે તે સમજાવો. 

પાતળા બહિર્ગોળ લેન્સથી એક સમતલ તરંગઅગ્રનું વક્રીભવન સમજાવો 

ક્ષ-કિરણ પર શૂન્યઅવકાશમા પ્રકાશનુ તરંગ $x-$ અક્ષની દિશામાં ગતિ કરે છે, નીચેનામાંથી કયુ સમીકરણ તરંગઅગ્ર દર્શાવે છે.

તરંગ અગ્રનો અર્થ શું થાય?