સ્થાનાંતરિત ગતિ ઉદાહરણ આપી સમજાવો.
આકૃતિમાં એક ઢળતા સમતલ $(Inclined\,Plane)$ પર આજુબાજુ ખસ્યા વગર નીચે સરક્તા દઢ પદાર્થ તરીકે લંબચોરસ બ્લોક દર્શાવ્યો છે.
આ સમતલ પરની ગતિ દરમિયાન પદાર્થના બધા જ કણો એક સાથે ગતિ કરે છે. એટલે કે કોઈ પણ સમયગાળે બધા જ કણો સમાન અંતર કાપે છે તેથી સમાન વેગ ધરાવે છે.
આવી ગતિને દઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ $(Translation\,Motion)$ કહે છે.
આમ, શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં દઢ પદાર્થનો દરેક કણ કોઈ પણ ક્ષણે સમાન વેગ ધરાવે છે.
રાસાયણિક બૉમ્બનો વિસ્ફોટ કયા પ્રકારના બળોના લીધે છે? બાહ્ય બળો કે આંતરિક બળો?
$M$ દળ અને $r$ ત્રિજયા ધરાવતા નળાકાર પર $m$ દળ લટકાવતા તેનો પ્રવેગ
એક પદાર્થ ચાકગતિ કરે છે. $\mathop A\limits^ \to$ એ પદાર્થની પરિભ્રમણ અક્ષની દિશાનો એકમ સદીશ છે અને $\mathop B\limits^ \to $ એ પદાર્થ પર રહેલા કણ $P$ જે અક્ષ થી થોડે દૂર છે તેના વેગનો એકમ સદીશ છે . તો $\mathop A\limits^ \to .\mathop B\limits^ \to $ નું મૂલ્ય કેટલું થાય $?$
વિસ્તૃત પદાર્થોને કેવી રીતે મેળવી શકીએ ?
ચાકગતિ અને સ્થાનાંતરિત ગતિની મિશ્રિત ગતિ કોને કહે છે ?