વિસ્તૃત પદાર્થોને કેવી રીતે મેળવી શકીએ ?
વિસ્તૃત પદાર્થોને તંત્ર તરીકે લેવાથી પદાર્થનું સમગ્ર દ્રશયમાન તેના દ્રશ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય છે અને તંત્ર પરના તમામ બાહ્ય બળો પણ તેના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે.
આવી ધારણા કરીને તેમની ગતિના શુદ્ધ સ્થાનાંતરીય ધટક એટલે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ મેળવી શકીએ છીએ.
સ્થાનાંતરિત ગતિ ઉદાહરણ આપી સમજાવો.
એક પદાર્થ ચાકગતિ કરે છે. $\mathop A\limits^ \to$ એ પદાર્થની પરિભ્રમણ અક્ષની દિશાનો એકમ સદીશ છે અને $\mathop B\limits^ \to $ એ પદાર્થ પર રહેલા કણ $P$ જે અક્ષ થી થોડે દૂર છે તેના વેગનો એકમ સદીશ છે . તો $\mathop A\limits^ \to .\mathop B\limits^ \to $ નું મૂલ્ય કેટલું થાય $?$
કણોના બનેલાં તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ મેળવો અને લખો.
કણોનું તંત્ર કોને કહે છે ?
ચાકગતિ અને સ્થાનાંતરિત ગતિની મિશ્રિત ગતિ કોને કહે છે ?