ક્ષોભ-આવરણીય પ્રદૂષણને લગભગ $100$ શબ્દોમાં સમજાવો.
વાતાવરણના સૌથી નીચેના સ્તરમાં રહેલા અનિચ્છિત ઘટકોને કારણે ક્ષોભ-આવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બન એ મુખ્ય વાયુરૂપ પ્રદૂષકો છે. સલ્ફરના ઑક્સાઇડ $(SO_2$અને $SO_3)$ નાઇટ્રોજનના ઑક્સાઇડ $(NO$ અને $NO_2)$ એ અશ્મિગત બળતણના દહન દ્વારા ઉત્પન્ન થાય છે. આ ઑક્સાઇડ વાતાવરણમાં રહેલા ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી નાઈટ્રિક ઍસિડ $(HNO_3)$ અને સલ્ફયુરિક ઍસિડ $(H_2SO_4)$ બનાવે છે. જે અંતે ઍસિડવર્ષાનું કારણ બને છે.
$2 \mathrm{SO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}+2 \mathrm{H}_{2} \dot{\mathrm{O}}_{(l)} \rightarrow 2 \mathrm{H}_{2} \mathrm{SO}_{4(\mathrm{aq})}$
$4 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}+2 \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightarrow 4 \mathrm{HNO}_{3(\mathrm{aq})}$
એસિડવર્ષા ખેતીવાડી અને વૃક્ષો માટે નુક્સાનકર્તા છે.
હાઈડ્રોકાર્બન એ કાર્બન અને હાઈડ્રોજનનાં બનેલાં સંયોજનો છે. જેના દહનથી કાર્બનના ઑક્સાઈડ પ્રામ થાય છે. હાઈડ્રોજન કાર્સિનોમી યુક્ત હોય છે અને તેમાંથી બનતા સંયોજનો પણ મુખ્ય પ્રદૂષકો છે.
$\mathrm{CO}$ પણ ખૂબ જ ઝેરી વાયુ છે. તે રુધિરમાં ભળે તો માણસનું મૃત્યુ નીપજે છે.
$\mathrm{CO}_{2}$ સ્વભાવે ઝેરી નથી પરંતુ તે ગ્લોબલ વોર્મિંગમાં અગત્યનો ભાગ ભજવે છે. પરિણામે પૃથ્વીનું તાપમાન વધે છે અને ધ્રુવપ્રદેશનો બરફ પીગળે છે.
ચોક્કસ પ્રકારના ધુમ્મસ, ધૂમ્ર, ધુમાડો, ધૂમ્ર-ધુમ્મસ વગેરે શ્વસનને લગતા રોગો મનુષ્યમાં ઉત્પન્ન કરે છે.
શું તમે તમારા વિસ્તારમાં જળપ્રદૂષણ જોયું છે ? તેને નિયંત્રિત કરવા તમે શું સૂચવો છો ?
ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરીક વાદળો બનાવવામાં (સર્જનમાં) મદદ કરે છે તે ....
એસિડ વર્ષા અટકાવવાના બે ઉપાયો જણાવો.
વાતાવરણીય પ્રદૂષણના પ્રકારો જણાવો.
સલ્ફર ઓક્સાઇડ વધુ ઉત્પન્ન થવાથી થતી હાનિકારક અસરો જણાવો.