- Home
- Standard 11
- Biology
5.Morphology of Flowering Plants
medium
સ્ત્રીકેસરચક્રના વિવિધ પ્રકારો સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
સ્ત્રીકેસરચક્રમાં એક જ સ્ત્રીકેસર હોય તો તેને એકત્રીકેસરી (Monocarpellary) કહે છે. ઉદા., વટાણા
સ્ત્રીકેસરમાં એકથી વધારે સ્ત્રીકેસર હોય તો તેને બહુસ્ત્રીકેસરી (Polycarpellary) કહે છે. ઉદા., જાસૂદ, ધતૂરો
બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસરચક્રમાં જો બધાં સ્ત્રીકેસર એકબીજાથી મુક્ત રહે તો તેને મુક્તસ્ત્રીકેસરી (Apocarpous) કહે છે. ઉદા., કમળ, ગુલાબ વગેરે.
જો બધા સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલાં હોય તો તેને યુક્તસ્ત્રીકેસરી (Syncarpous) કહે છે. આવા કિસ્સામાં બીજાશય એક જ હોય છે. ઉદા., ધતૂરો, જાસૂદ વગેરે.
સ્ત્રીકેસર માદા રચના ગણાય છે.
પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર લિંગી પ્રજનન માટે જરૂરી છે. તેથી તેઓને આવશ્યક પુષ્પચક્રો હોય છે.
ફલન બાદ અંડક બીજમાં વિકસે છે અને બીજાશય ફળમાં પરિણમે છે,
Standard 11
Biology