આકૃતિએ, આદર્શ વાયુ પર પ્રયોગ કરેલ $\log T$ અને $\log V$ સ્કેલ પરનો સમોષ્મી વક્ર દર્શાવે છે. વાયુ એ .....
એક પરમાણ્વિક
દ્વિપરમાણ્વિક
બહુપરમાણ્વિક
એક પરમાણ્વિક અને દ્વિપરમાણ્વિકનું મિશ્રણ
કોલમ $-I$ માં પ્રક્રિયા અને કોલમ $-II$ માં થરમોડાયનેમિક્સના પ્રથમ નિયમ આપેલાં છે, તે યોગ્ય રીતે જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ સમોષ્મી | $(i)$ $\Delta Q = \Delta U$ |
$(b)$ સમતાપી | $(ii)$ $\Delta Q = \Delta W$ |
$(iii)$ $\Delta U = -\Delta W$ |
એક એક પરમાણ્વિક વાયુનું દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ ને સમતાપી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_i$ થાય.જો તે જ વાયુને સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે તો તેનું કદ $2V$ અને અંતિમ દબાણ $P_a$ થાય તો ગુણોત્તર $\frac{{{P_a}}}{{{P_i}}}$ કેટલો થાય?
એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ ........ છે.
આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
એક દૃઢ દ્રિપરમાણ્વીક આદર્શ વાયુ પૂરતા ઊંચા તાપમાને એક સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા માટે તાપમાન અને કદનો સબંધ $TV^x =$ અચળ છે, તો $x$ કેટલો હશે?