કોઈ એક નિર્દેશફ્રેમની સાપેક્ષમાં ગતિ કરતાં બે કણોના સાપેક્ષ વેગનાં સૂત્રો લખો અને તેનું વ્યાપક સમીકરણ લખો.
ધારો કે કોઈ બે કણો $A$ અને $B$ ના કોઈ એક નિર્દેશફેમ (ધારો કે જમીન)ની સાપેક્ષે વેગો અનુકમે $\vec{v}_{ A }$ અને $\vec{v}_{ B }$ છે.
$B$ ની સાપેક્ષે $A$ નો વેગ, $\vec{v}_{ AB }=\vec{v}_{ A }-\vec{v}_{ B }$
અને $A$ ની સાપેક્ષે $B$ નો વેગ,
$\vec{v}_{ BA }=\vec{v}_{ B }-\vec{v}_{ A }$
આમ, સમી. $(1)$ અને $(2)$ પરથી કહી શકાય કે,
$\vec{v}_{ AB }=-\vec{v}_{ BA }$ અને $\left|\vec{v}_{ AB }\right|=\left|\vec{v}_{ BA }\right|$ છે.
એટલે કે $A$ ની સાપેક્ષે $B$ નો વેગ અને $B$ ની સાપેક્ષે $A$ નો વેગના મૂલ્યો સમાન હોય છે.
વ્યાપક રીતે કોઈ પણ પદાર્થો $P$ અને $Q$ ના કોઈ ત્રીજા પદાર્થ $X$ ની સાપેક્ષમાં વેગો જાણતા હોઈએ તો, $Q$ ની સાપેક્ષે $P$ નો વેગ
$\vec{v}_{ PQ }=\vec{v}_{ PX }+\vec{v}_{ XQ }$
$\vec{v}_{ PQ }=\vec{v}_{ PX }-\vec{v}_{ QX } \ldots \ldots(3)$
$\left[\vec{v}_{ XQ }=-\vec{v}_{ QX }\right]$
ઉપરનું સમી. $(3)$ એ વ્યવહારમાં મળતા (બહુ મોટા ન હોય તેવા) વેગો માટે જ સાચું છે.
જો આમાંનો કોઈ પદાર્થ ભ્રમણ (ચાકગતિ) કરતો હોય અથવા તેમના વેગ ખૂબ જ વધારે (પ્રકશના વેગની નજીકના) હોય અને દરેક નિર્દેશફ્રેમમાં માપેલ વેગ માટેનો સમયગાળો સમાન ન હોય, ત્યારે આ સમીકરણી સાચું નથી.
રોકેટના ઉડ્ડયનને પ્રક્ષિપ્ત ગતિ ગણી શકાય ? કારણ આપો.
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(a)$ જો $\overrightarrow A .\,\overrightarrow B \, = \,AB\,$ તો $\overrightarrow A $ અને $\overrightarrow B $ વચ્ચેનો ખૂણો ............
$(b)$ પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ વેગ ......... હોય છે. (પ્રક્ષિપ્ત કોણ $\theta $ લો.)
$(c)$ $\widehat i - 2\widehat j + 4\widehat k$ નો $y-$ અક્ષ પરનો પ્રક્ષેપ ..........
કણનો સ્થાન સદીશ સમયની સાપેક્ષે $\vec r\left( t \right) = 15{t^2}\hat i + \left( {4 - 20{t^2}} \right)\hat j$ મુજબનો છે તો $t = 1$ સમયે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે ?
આંબાના ઝાડની નીચે $9 \,km/h$ ની નિયમીત ઝડપથી $NCC$ ની પરેડ થાય છે, જેમાં ઝાડ ઉપર $19.6 \,m$ ની ઊંચાઈએ એક વાંદરો બેઠેલો છે. કોઈ ચોકસ ક્ષણે, વાંદરો એક કેરી નીચે નાખે છે. એક $(NCC)$ કેડેટ આ કેરી પકડે છે તો કેરી ને છોડવાના સમયે તેનું ઝાડથી અંતર ....... હશે. ( $g =9.8 \,m / s ^{2}$ આપેલ છે.)