ન્યુક્લિયસનો સામાન્ય પરિચય આપો.
દરેક પરમાણુંનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ ધન વિદ્યુતભારિત છે અને તેમાં પરમાધુનું લગભગ સમય દળ કેન્દ્રીત થયેલું છે જેને પરમાણુનું ન્યુક્લિયસ (નાભિ) કહે છે.
પરમાણુના પરિમાણ (ત્રિજ્યા) કરતાં ન્યુક્લિયસના પરિમાણ (ત્રિજ્યા) ધણાં નાના હોય છે.
$\alpha$-કણોના પ્રકીર્ણનના પ્રયોગોએ દર્શાવ્યું કે ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતાં $10^{4}$ ગણી નાની છે આનો અર્થ એ થાય કે,
ન્યુક્લિયસનું કદ/પરમાણુનું કદ$=\frac{4 / 3^{\pi \times\left(10^{-14}\right)^{3}}}{4 / 3 \pi \times\left(10^{-10}\right)^{3}}=10^{-12}$
$\therefore$ ન્યુક્લિયસનું કદ, પરમાણુંના કદના $10^{-12}$ ગણું છે.
આમ છતાં પરમાણુનું લગભગ બધુ ($99.9 \%$ કરતાં વધુ) દળ ન્યુક્લિયસ ધરાવે છે. જો પરમાણુને એક વર્ગખંડ જેટલો મોટો વિચારીઓ તો તેમાં ન્યુક્લિયસ એક ટાંકણીની ટોચ જેટલા માપનું હોય.
આમ, પરમાણુમાં ખાલી અવકાશ ધણો મોટો વિસ્તાર છે.
નીચેનામાંથી કયો ન્યુક્લિઅસ આઈસોટોનની જોડ દર્શાવે છે?
ગોલ્ડના સમસ્થાનિક ${}_{79}^{197}Au$ અને સિલ્વરના સમસ્થાન ${}_{47}^{107}Ag$ નાં ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર શોધો.
ન્યુક્લિયરનું કદ તેનાં પરમાણુદળાંકના સમપ્રમાણમાં છે તેમ દર્શાવો.
ન્યૂટ્રૉન-ન્યૂટ્રૉન વચ્ચે કયા પ્રકારનું બળ લાગે ?
ન્યૂક્લિયસને ${ }_{Z}^{ A } X$ વડે દર્શાવવામાં આવે તો ...