13.Nuclei
medium

પરમાણુ દળના એકમ અને તેની વ્યાખ્યા લખો. 

Option A
Option B
Option C
Option D

Solution

પરમાણુનું દળ કિલોગ્રામની સરખામણીએ ધણું નાનું છે તેથી તેના દળને કિલોગ્રામમાં દર્શાવવો સગવડભર્યો નથી. ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં પરમાણું દળનો એકમ $amu$ એટલે કે $atomic\,mass\,unit$ લેવામાં આવે છે તેને $unified\,mass \,unit (u)$ થી પણ દર્શાવવામાં આવે છે.

વ્યાખ્યા : "અનુત્તેજિત એવાં કાર્બન $(C^{12})$ પરમાણુ દળના $12$ મા ભાગને $1\,amu$ એટલે $1\,u$ કહે છે."

અનુત્તેજિત કાર્બન પરમાણુનું દળ $1.992647 \times 10^{-26}\,kg$

$\therefore$ વ્યાખ્યા પરથી,

$1\,u=$અનુતેજીત કાર્બન પરમાણુનું દળ/$12$

$=\frac{1.992647 \times 10^{-26}}{12}\,kg$

$=0.166 \times 10^{-26}\,kg$

$\therefore 1u=1.66 \times 10^{-27}\,kg$

જુદા-જુદા તત્ત્વોના પરમાણુ દળોને ' $u$ ' એકમમાં દર્શાવતાં તે હાઈડ્રોજન પરમાણુંના દળના પૂર્ણાંક ગુણકોની નજીકમાં હોવાનું જણાય છે.જો કે એમાં ઘણા અપવાદ છે.

પરમાણુ દળોનું ચોક્સાઈપૂર્વક માપન માસ-સ્પેક્ટ્રોમીટર વડે થાય છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.