સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભૂદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો.
માખણ એ સંતૃપ્ત સંયોજનો ધરાવે છે જયારે રાંધવાનું તેલ અસંતૃપ્ત સંયોજનો ધરાવે છે.
પરંતુ અસંતૃપ્ત સંયોજનો એ આલ્કલાઇન $KMnO_4$ વડે ઑક્સિડેશન પામતા હોવાથી તે $KMnO_4$ નો જાંબલી રંગ દૂર કરી શકે છે.
કસોટી : જયારે રાંધવાના તેલની એક કસનળીમાં પ્રક્રિયા આલ્કલાઇન $KMnO_4$ ના દ્રાવણ સાથે કરવાથી $KMnO_4$ નો રંગ અદૃશ્ય થઈ જાય છે.
પરંતુ માખણ એ $KMnO_4$ નો રંગ દૂર કરી શકતું નથી.
કાર્બનના બે ગુણધર્મો ક્યા છે, જેના કારણે આપણી ચારેય તરફ કાર્બન સંયોજનોની વિશાળ સંખ્યા આપણે જોઈએ છીએ ?
પ્રાયોગિક ધોરણે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક ઍસિડને કેવી રીતે વિભૂદિત કરશો ?
જો તમે લિટમસ પેપર (લાલ અથવા ભૂરું)થી સાબુને ચકાસો તો શું ફેરફાર અવલોકિત કરશો ?
કાર્બન અને તેનાં સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે ?
સલ્ફરના આઠ પરમાણુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રૉન બિંદુ-નિરૂપણ શું થશે ?