હર્શી અને ચેઇઝના પ્રયોગનું ટૂંકમાં વર્ણન કરો. તે છેવટે શું દર્શાવે છે ? જો બન્ને $DNA$ અને પ્રોટીન ફોસ્ફરસ અને સલ્ફર ધરાવતા હોય તો પરિણામ સરખું જ આવે તેમ તમે માનો છો ?
$DNA$ આનુવંશિક દ્રવ્ય છે તેના વિશે સુસ્પષ્ટ સાબિતી આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઇઝ $(1952)$ના પ્રયોગ પરથી પ્રાપ્ત થઈ. તેઓએ એ વાઇરસ પર કાર્ય કર્યું કે, જે બૅક્ટેરિયાને ચેપગ્રસ્ત કરે છે જેને બૅક્ટેરિયોફેઝ કહે છે.
બૅક્ટેરિયોફેઝ એ બૅક્ટેરિયા સાથે ચોંટે છે અને પોતાનું જનીનદ્રવ્ય બૅક્ટરિયામાં દાખલ કરે છે. બૅક્ટેરિયલ કોષ વાઇરસના આનુવંશિક દ્રવ્યને પોતાનું સમજી લે છે અને તેનાથી આગળ જતાં અનેક વાઇરસ કણનું નિર્માણ થાય છે.
બૅક્ટેરિયામાં વાઇરસમાંથી પ્રોટીન અથવા $DNA$ પ્રવેશે છે તે શોધવા માટે હર્શી અને ચેઇઝે પ્રયત્ન કર્યો.
તેઓએ કેટલાક વાઇરસને રેડિયોઍક્ટિવ ફૉસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર્યા અને કેટલાકને રેડિયોઍક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા. જે વાઇરસનો રેડિયોઍક્ટિવ ફૉસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો હતો તેમાં રેડિયોઍક્ટિવ $DNA$ જોવા મળ્યું પરંતુ રેડિયોઍક્ટિવ પ્રોટીન ન હતું, કારણ કે $DNA$ માં ફૉસ્ફરસ હોય પણ પ્રોટીનમાં હોતું નથી.
એવી જ રીતે જે વાઇરસનો રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો હતો, તેમાં રેડિયોએક્ટિવ પ્રોટીન હતું રેડિયોઍક્ટિવ $DNA$ નહિ; કારણ કે, $DNA$ સલ્ફર ધરાવતું નથી.
જે બૅક્ટેરિયા રેડિયોઍક્ટિવ $DNA$ વાળા વાઇરસથી સંક્રમિત થયા હતા તે રેડિયોએક્ટિવ રહ્યા. આનાથી સ્પષ્ટ છે કે જે દ્રવ્ય વાઇરસમાંથી બૅક્ટેરિયામાં પ્રવેશે છે તે $DNA$ છે. જે બૅક્ટેરિયા એવા વાઈરસથી સંક્રમિત હતા જેમાં રેડિયોએક્ટિવ પ્રોટીન હતું તે રેડિયોએક્ટિવ ના રહ્યા.
એનાથી એ સંકેત મળે છે કે, વાઇરસમાંથી બૅક્ટેરિયામાં પ્રોટીન પ્રવેશ કરતું નથી. આ કારણે આનુવંશિક દ્રવ્ય $DNA$ જ છે જે વાઇરસમાંથી બૅક્ટેરિયામાં પ્રવેશે છે
હવે રેડિયોએક્ટિવ ફેઝને ઈ. કોલાઈ ( $E$ coli) બૅક્ટેરિયા સાથે ચોંટવા દેવામાં આવ્યા. ત્યાર બાદ જેમ સંક્રમણ (infection) આગળ વધે છે તેમ બ્લેન્ડરમાં હલાવવાથી વાઇરસનું આવરણ બૅક્ટેરિયામાંથી અલગ થઈ જાય છે. સેન્ટ્રીફયુઝમાં ફેરવવાથી વાઇરસના કણોને બૅક્ટેરિયામાંથી દૂર કરી શકાય છે.
નીચેનામાંથી કયા વાઈરસમાં $RNA$ જનીન દ્રવ્ય તરીકે હોય છે ?
ન્યુમોકોકસ પ્રયોગ સાબિત કરે છે કે...
કોના દરેક ન્યુક્લિઓટાઈડ પર $2-OH$ ક્રિયાશીલ સમુહ જોવા મળે છે ?
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.
વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
તમે હર્શી અને ચેઈઝનો પ્રયોગ પુનરાવૃત કરો છો અને બે સમસ્થાનિકો $^{32}P$ અને $^{15}N$ અપાય છે. (મૂળ પ્રયોગના $^{35}S$ ના બદલે) તો તમે તમારા પરિણામને અલગ કઈ રીતે ધારી શકો ?