નીચેના માટે ઉદાહરણ આપો.
$(a)$ જે ભૌતિકરાશિને એકમ હોય પણ પરિમાણ ન હોય.
$(b)$ જે ભૌતિકરાશિને એકમ ન હોય તેમજ પરિમાણ પણ ન હોય.
$(c)$ એક અચળાંક કે જેને એકમ હોય.
$(d)$ એક અચળાંક કે જેને એકમ ન હોય.
$(a)$ સમતલ કોણ $(\theta)$ કે જેનો એકમ રેડિયન અથવા અંશ છે પણ પરિમાણ નથી.
$(b)$ વિશિષ્ટ ધનતા કે જેને એકમ તેમજ પરિમાણ નથી.
$(c)$ ગુરુત્વાકર્ષી અચળાંક કે જેનો એકમ $\mathrm{Nm}^{2} \mathrm{~kg}^{-2}$ છે.
$(d)$ વક્રીભવનાંક કે જેને એકમ નથી.