ધૂમ-ધુમ્મસના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધૂમ-ધુમ્મસ શબ્દ ધુમાડો અને હવામાંના ભેજ શબ્દોના જોડાણથી બનેલો છે, સામાન્ય રીતે હવાના પ્રદૂષણ તરીકે ધૂમ્ર-ધુમ્મસ જોવા મળે છે. તેના બે પ્રકાર છે :

$(i)$ પારંપરિક ધૂમ્ર-ધુમ્મસ : તે ઠંડા ભેજવાળા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. તે ધુમાડો, હવામાંના ભેજ અને સલ્ફર ડાયૉક્સાઇડનું મિશ્રણ છે. તે રાસાયણિક રીતે રિડક્શનકર્તા મિશ્રણ હોવાથી તેને રિડક્શનકર્તા ધૂમ્ર-ધુમ્મસ કહે છે.

$(ii)$ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ : તે ગરમ, શુષ્ક અને સૂર્યપ્રકાશવાળા હવામાનમાં ઉત્પન્ન થાય છે. તે વાહનો અને ઔદ્યોગિક એકમોમાંથી ઉત્પન્ન થતાં નાઇટ્રોજન ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બન સંયોજનો પર પ્રકાશ પડવાથી ઉત્પન્ન થાય છે. ધૂમ્ર-ધુમ્મસ ઑક્સિડેશનકર્તા ધૂમ્ર-ધુમ્મસ કહે છે.

Similar Questions

ગ્રીન હાઉસ અસર એટલે શું ? 

હાઇડ્રોકાર્બન વડે થતું ક્ષોભ-આવરણનું પ્રદૂષણ ટૂંકમાં સમજાવો. 

કોલમ $-I$ માં આપેલા પદને કોલમ $-ll$ માં આપેલા સંયોજનો સાથે સરખાવો.

કોલમ $-I$ કોલમ $-II$
$(A)$ ઍસિડ વર્ષા $(1)$ $CHCl_2-CHF_2$
$(B)$ પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસ  $(2)$ $CO$
$(C)$ હીમોગ્લોબિન સાથે જોડાવવું  $(3)$ $CO_2$
$(D)$ ઓઝોન સ્તરનું ક્ષયન $(4)$ $SO_2$
  $(5)$ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન 

વિભાગ $-I$ માં આપેલા પ્રદૂષકોને વિભાગ $-II$ માં આપેલ તેની અસર સાથે જોડો.

વિભાગ $-I$ વિભાગ $-II$
$(A)$ પાણીમાં રહેલ ફૉસ્ફટ યુક્ત ખાતરો $(1)$ પાણીનું $BOD$ મૂલ્ય વધે છે. 
$(B)$ હવામાં મિથેન  $(2)$ ઍસિડ વર્ષા 
$(C)$ પાણીમાં રહેલ સાંશ્લેષિત ડિટરજન્ટ $(3)$ ગ્લોબલ વૉર્મિંગ
$(D)$ હવામાં રહેલ નાઇટ્રોજન ઓક્સાઇડ $(4)$ યુટ્રોફિકેશન

વાતાવરણમાં રહેલા ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે ?