સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો ભેદ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
  સરેરાશ ઝડપ   સરેરાશ વેગ
$(1)$ પદાર્થની પથલંબાઈ અને તે માટે લાગતાં સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. $(1)$ પદાર્થનું સ્થાનાંતર અને તે માટે લાગતાં સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે.
$(2)$ આ અદિશ રાશિ છે. $(2)$ આ સદિશ રાશિ છે.
$(3)$ આ ધન જ હોય. $(3)$ આ ધન,ઋણ અથવા શૂન્ય હોઈ શકે.
$(4)$ સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્ય જેટલું અથવા તેના કરતાં વધારે હોય છે. $(4)$ સરેરાશ વેગનું મૂલ્ય સરેરાશ ઝડપના મૂલ્ય જેટલું અથવા તેનાં કરતાં ઓછું હોય છે.

 

Similar Questions

એક કાર સુરેખ રસ્તા પર $\frac{1}{3}$ અંતર $20\, km/hr$ ની ઝડપથી અને બાકીનું અંતર $60\,km/hr$ ની ઝડપથીકાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલા.........$km/hr$ થાય?

આકૃતિમાં અચળ દિશામાં ગતિ કરતાં કણ માટે ઝડપ-સમયનો આલેખ દર્શાવેલ છે. જેમાં ત્રણ સમાન સમયગાળા દર્શાવ્યા છે. ક્યા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ હશે ? કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ હશે ? પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી, ત્રણેય સમયગાળાને અનુરૂપ છે અને $v$ નાં ચિહ્ન જણાવો. $A, B, C$ અને $D$ બિંદુ પર પ્રવેગ શું હશે ?

એક વાહન $x$નું અડધું અંતર $v$ ઝડપથી અને બાકીનું અંતર $2 v$ ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ $........$ છે.

  • [NEET 2023]

એક કાર $100\;m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે છે. એક ભ્રમણ પૂરું કરવા માટે તે $62.8\; s$ નો સમય લે છે. એક ભ્રમણ બાદ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે શું હશે?

  • [AIPMT 2006]

એક કણ સીધી મુસાફરીના અંતરનો અડધો ભાગ ઝડ૫ $6 \,m / s$ સાથે કાપે છે. અંતરનો બાકીનો ભાગ $2 \,m / s$ ઝડપ સાથે બાકીની મુસાફરીના અડધા સમય અને બીજા અડધા સમય માટે $4 \,m / s$ સાથે આવરી લે છે. કણોની સરેરાશ ગતિ ............. $m / s$ થાય ?