આણ્વીય કક્ષક $( \mathrm{MO} )$ વાદની વિશિષ્ટતાઓ આપો.
$1932$ માં એફ. હુન્ડ $(Hund)$ અને આર. એસ. મલિકેન $(Mulliken)$ આવીય કક્ષક $(MO)$ વાદ વિકસાવેલો.
$MO$ વાદની વિશિષ્ટતાઓ નીચે મુજબ છે :
જેમ પરમાણુમાં ઇલેક્ટ્રૉન અલગ-અલગ પરમાવીય કક્ષકોમાં ગોઠવાયેલા હોય છે, તેવી જ રીતે અણુમાં રહેલા ઇલેક્ટ્રૉન જુદી-જુદી આણ્વીય કક્ષકોમાં ગોઠવાયેલા હોય છે.
લગભગ સરખી (તુલનાત્મક) ઊર્જા અને યોગ્ય (સમાન) સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સંયોજાય છે અને આણ્વિય કક્ષકોની રચના થાય છે.
પરમાણ્વીય કક્ષકમાંના ઇલેક્ટ્રૉન એક જ કેન્દ્રથી અસર પામેલા હોય છે પણ દરેક આણ્વિય કક્ષક “બે અથવા વધારે કેન્દ્રો જે અણુમાંના પરમાણુઓની સંખ્યાની પર આધાર રાખે છે તેનાથી અસર પામે છે.
આમ પરમાણ્વીય કક્ષકો એકકેન્દ્રિય પણ આવીય કક્ષકો બહુકેન્દ્રિય હોય છે રચાયેલી આવીય કક્ષકો અને તે રચવા સંયોજાતી પરમાણ્વીય કક્ષ કોની સંખ્યા સરખી જ હોય છે, જયારે બે પરમાણુની બે પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે ત્યારે બે નવી આવીય કક્ષકો રચાય છે, જેમાંથી એકને ‘બંધકારક' આણ્વીય કક્ષક અને બીજીને ‘બંધપ્રતિકારક' આવીય કક્ષક કહે છે.
હંમેશાં બંધકારક આવીય કક્ષકની ઊર્જા બંધ પ્રતિકારક આવીય કક્ષકની ઊર્જાના કરતાં ઓછી હોય છે, જેથી બંધકારક આણ્વીય કક્ષકની સ્થિરતા વધારે હોય છે.
જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રૉનની સંભાવ્યતા વહેંચણી દર્શાવાય છે તેમ આવીય કક્ષકમાં અણુમાંના કેન્દ્રોના સમૂહની આસપાસ ઇલેક્ટ્રૉન સંભાવ્યતા વહેંચણી દર્શાવાય છે. ઇલેક્ટ્રૉન ગોઠવણીમાં પરમાણવીય કક્ષકોની જેમજ આણ્વિય કક્ષકો પણ આઉફબાઉ સિદ્ધાંત, પૌલીનો નિષેધ સિદ્ધાંત તથા હુન્ડના નિયમને પાળે છે.
બંધકારક આણ્વીય કક્ષક અને બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોના તફાવત આપો.
$C{N^ - },CO$અને $N{O^ + }$ ઘટકોમાં સામાન્ય ઘટના નીચેનામાંથી કઇ હશે?
નીચે ચાર દ્વિપરમાણ્વિય ઘટકો જુદા જુદા ક્રમમાં દર્શાવ્યા છે. તો ક્યો તેમના બંધક્રમાંકનો સાચો વધતો ક્રમ દર્શાવે છે ?
નીચે આપેલામાંથી સ્પીસીઝો ની કુલ સંખ્યા કે જેમાં એક અયુગ્મિત ઈલેક્ટ્રોન હાજર છે તે. . . . . . છે $\mathrm{N}_2, \mathrm{O}_2, \mathrm{C}_2^{-}, \mathrm{O}_2^{-}, \mathrm{O}_2^{2-}, \mathrm{H}_2^{+}, \mathrm{CN}^{-}, \mathrm{He}_2^{+}$
આણ્વીય કક્ષકના સિદ્ધાંતથી $\mathrm{H}_{2}$ અણુની રચના સમજાવો.