બીજની અગત્યતા જણાવો.
બીજ એ આવૃત બીજધારી વનસ્પતિઓમાં કેટલાક લાભ પ્રેરે છે.
પ્રથમ જોવા મળતી પરાગનયન અને ફલન જેવી પ્રાજનિક ક્રિયાઓ જે પાણી પર આધારિત નથી. જયારે બીજનિર્માણ એ પાણી પર વધુ આધારિત છે.
બીજ, નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે છે અને જાતિને પોતાનાપણું જાળવવામાં મદદ કરે છે.
સખત જરૂરિયાત મુજબનો સંચયી ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભૂણ જયાં સુધી પ્રકાશસંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ પૂરું પાડે છે.
બીજનું સખત આવરણ (બીજાવરણ) પુખ્ત ભૂણનું રક્ષણ કરે છે. તે લિંગી પ્રજનનની પેદાશ હોવાથી, તે નવા જનીનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે.
બીજ એ આપણી કૃષિનો પાયો છે. પુખ્ત બીજનું જલરહિત થવું (dehydration) અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટે અગત્યની બાબત છે. જેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી શકાય અને આગામી વર્ષોમાં પાક મેળવવા માટે તેને ઉગાડી શકાય છે.
બીજની જીવિતતા $:$ બીજના વિકિરણ પછી બીજ થોડાક મહિનામાં પોતાની જીવિતતા (viability) ગુમાવે છે. મોટા ભાગની જાતિઓનાં બીજ વર્ષો સુધી જીવંત રહે છે. કેટલાંક બીજ $100$ (સો) વર્ષ કરતાં પણ વધુ વર્ષો સુધી જીવંત રહે છે. ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યાં હોય તેવા પુરાવા (Record) પણ છે.
સૌથી જૂનું બીજ લ્યુપાઇન (lupine)નું છે. લ્યુપાઇનસ આટિક્સ (lupinus arcticus)ના આટિક ટુંડમાં લગભગ $10,000$ (દસ હજાર વર્ષ) વર્ષોની સુષુપ્તતા પછી બીજ અંકુરિત થવાના અને તેણે પુષ્પો ઉત્પન્ન કર્યા છે તેવા અપેક્ષિત પુરાવા છે. તાજેતરમાં $2000$ વર્ષ જૂના ખજૂરનાં જીવંત બીજના પુરાવા મળ્યા છે.
પુરાતત્ત્વીય ઉત્પનન દરમિયાન મૃત દરિયા (dead sea) નજીક રાજન હેરોર્ડના મહેલમાં ખજૂરી (phoenix dactylifera) મળી આવી હતી.
કેટલીક વનસ્પતિઓની વિશિષ્ટતાઓ : ઑર્કિડનું દરેક ફળ હજારોની સંખ્યામાં નાનાં બીજ ધરાવે છે.
પરોપજીવી રોબેન્કી (orobanche) અને સ્ટ્રાઇગા (striga)માં પણ જોવા મળે છે.
વડ (Ficus)ના ટેટાના નાના બીજમાંથી મહાકાય વડનું વૃક્ષ પેદા થઈ શકે છે.
પરિભ્રૂણપોષ એ........છે.
આલ્બ્યુમિનવિહિન બીજ એ .... માં હાજર છે.
ક્યા બીજમાં ક્યારેક પ્રદેહ અવશેષ તરીકે રહી ગયો હોય છે જેને બીજદેહશેષ કહે છે?
આ વનસ્પતિના ફળમાં હજારોની સંખ્યામાં બીજ આવેલ હોય છે.
નીચેની રચનામાં બીજપત્રને ઓળખો.