12.Ecosystem
normal

પરિસ્થિતિકીય અનુક્રમણ વિશે માહિતી આપો.

Option A
Option B
Option C
Option D

Solution

બધા સમાજની મહત્તપૂર્ણ લાક્ષણિક્તા એ છે, પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓની સાથે તેમના બંધારણ અને રચનામાં સતત પરિવર્તન થતું રહે છે.

આ પરિવર્તન શ્રેણીબદ્ધ અને ક્રમબદ્ધ તથા ભૌતિક પર્યાવરણામાં થતાં ફેરફારને સમાંતર છે.

આથી, આ પ્રકારનો ફેરફાર છેવટે એક એવા સમાજનું નિર્માણ કરે છે, જે પર્યાવરણ સાથેના સંતુલનની નજીક હોય છે. તેને ચરમ સમાજ $(climax community)$ કહેવામાં આવે છે.

આપેલ ક્ષેત્રમાં જાતિ બંધારણમાં થતા ક્રમશ: અને ધારી શકાય તેવા ફેરફરોને પરિસ્થિતિકીય અનુક્રમણે કહે છે.

અનુક્રમણ દરમિયાન કેટલીક જાતિઓ જે-તે વિસ્તારમાં વસાહતો સર્જે છે અને બીજ જતિઓની વસ્તી ધટતી જાય છે અને અદ્દશ્ય થઈ જાય છે.

સમાજોનો સમગ્ર ક્રમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે તેને ક્રમક $(sere)$ કહે છે. વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયોને ક્રમકી અવસ્થાઓ કે ક્રમકી સમાજ કહેવામાં આવે છે.

અનુક્રમિત ક્રમકી અવસ્થાઓમાં, સજવોની જાતિની ભિન્નતામાં, જાતિ અને સજીવોની સંખ્યામાં વધારો અને તેની સાથે કુલ જૈવભારમાં વધારો થવા જેવાં પરિવર્તનો થાય છે.

વિશ્વમાં પ્રવર્તમાન સમાજે, ધરતી પર જીવનની શરૂઆત થઈ ત્યારથી, લાખો વર્ષોના અનુક્રમણના પરિણામ સ્વરૂપે રચાયા છે. વાસ્તવિક રીતે અનુક્રમણ અને ઉત્ક્રાત્તિ એ જે-તે સમયે સમાંતર પ્રક્રિયાઓ હતી.

આથી, અનુક્રમણ એક એવી પ્રક્રિયા છે કે જે જગ્યાએ તે શરૂ થાય છે ત્યાં કોઈ સજીવો હોતા નથી અથવા કોઈ એવો વિસ્તાર કे જ્યાં ક્યારેય પણ કોઈ સજીવનું અસ્તિત્વ ન રહ્યું હોય.

ઉદાહરણ તરીકે ખુલ્લા ખડક કે કોઈ એવા વિસ્તારો કે જ્યાં પહેલાં ક્યારેક સજીવો અસ્તિત્વમાં હતા પણ કોઈ પ્રકારે તેઓ બધા જ નાશ પામ્યા હોય. પહેલાને પ્રાથમિક અનુક્રમણ કહે છે. જ્યારે બીજીને દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે.

પ્રાથમિક અનુક્રમણ જ્યાં થાય છે તેવા વિસ્તારોનાં ઉદાહરણો:નવો ઠંડો પડેલો લાવા, ખુલ્લા ખડક, નવસર્જિત તળાવ કે જળાશય વગેરે છે.

નવા જૈવિક સમાજના સ્થાપનની પ્રક્રિયા ઘકી ધીમી હોય છે. વિવિધ સજીવોના જૈવિક સમાજની સંસ્થાપના થાય તે પહેલાં, ત્યાં ભૂમિ હોવી આવશ્યક છે.

મહદૂઝંગે આબોહવા પર આધારિત ખુલ્લા ખડક પર ફળદ્રુપ જમીનના નિર્માણની પ્રાકૃતિક પ્રક્રિયઓમાં સદીઓ થી હજારો વર્ષો લાગે છે.

દ્રીતીય અનુક્રમણ એવા વિસ્તારોમાં શરૂ થાય છે કે, જ્યાં પ્રાદૃતિક સમાજો નાશ પામ્યા હોય.જેમ કે પૂર્ણ ખેતીલાયક જમીન, સળગી ગયેલા કે કાપી નાખેલાં જંગલો, પૂરથી પ્રભાવિત જમીન વગેરે છે. જેથી કરીને કેટલીક માટી કે અવસાદન તેમાં હાજર હોય છે. દ્વિતીયક અનુક્રમણની ક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં ઝડપી હોય છે.

પરિસ્થિતિકીય અનુક્રમકોનું વર્ણન સામાન્યતઃ વાનસ્પતિક સમૂહોના પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેથી, વાનસ્પતિક સમૂહનું પરિવર્તન વિવિધ પ્રકારનાં પ્રાણીઓ માટે ખોરાક તથા આશ્રયસ્થાનને પ્રભાવિત કરે છે.

આથી, જેમ-જેમ અનુક્રમણ ક્રિયા આગળ વધે છે તેમ-તેમ પ્રાણીઓની સંખ્યા અને પ્રકારો તેમજ વિધટકો પણા બદલાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.