10.Biotechnology and its Application
hard

પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ વિશે માહિતી આપો. અથવા $\rm {RNA}$ અંતઃક્ષેપ પ્રક્રિયા સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ (Pest Resistant Plants) : કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણાં પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે. સૂત્રકૃમિ મેલાઈડેગાઈન ઈનકોગ્નીશિયા (Meloideyne incognitia) તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે.

ઉપર્યુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ હતો, જે $RNA$ અંતઃક્ષેપ [$RNA$ interference $(RNAi)$] પ્રક્રિયા પર આધારિત હતી. $RNA$ અંતઃક્ષેપ બધા સુકોષકેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિશિષ્ટ $mRNA$, પૂરક $dsRNA$ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. જેના ફળસ્વરૂપે $mRNA$ ના ભાષાંતરણ (translation) ને અટકાવે છે.

આ પૂરક $dsRNA$ નો સ્રોત $RNA$ જનીનસંકુલ (genome) અથવા ચલાયમાન જનીનિક તત્ત્વો-પરિવર્તકો (mobile genetic elements – transposons) ધરાવતા વાઈરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે છે, જે એક $RNA$ મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે.

          એગ્રોબેક્ટેરિયમ (Agrobacterium) વાહકોનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ (આકૃતિ). $DNA$ નો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાન કોષોમાં અર્થપૂર્ણ (sense) અને પ્રતિ અર્થપૂર્ણ (antisense) $RNA$ નું નિર્માણ કરે છે.

આ બંને $RNA$ એકબીજાના પૂરક હોય છે, જે બેવડા કુંતલમય $dsRNA$ નું નિર્માણ કરે છે, જેનાથી $RNA$ અંતઃક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ $mRNA$ નિષ્ક્રિય થઈ જાય છે. જેના ફળસ્વરૂપે પારજનીનિક (transgenic) યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી. આ પ્રકારે પારજનીનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.