p-Block Elements - I
medium

સમૂહ $-13$ નાં સમૂહનાં તત્ત્વોનું પ્રાપ્તિસ્થાન જણાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

બોરોન એક વિશિષ્ટ અધાતુ છે.

અલ્યુમિનિયમ ધાતુ છે પણ તે બોરોન સાથે ધણી રાસાયણિક સામ્યતા ધરાવે છે. જ્યાર ગેલિયમ, ઈન્ડિયમ અને થેલિયમ લગભગ પૂર્ણ રીતે ધાત્વીય લાક્ષણિકતા ધરાવે છે.

બોરોન એક દુર્લભ તત્ત્વ છે. પૃથ્વીના પોપડામાં બોરોન કુલ દળના $0.0001 \%$ પ્રમાણમાં મળી આવે છે. તે કેલિફોર્નિયા (અમેરિકા) અને તૂર્કામાં મળી આવે છે. ભારતમાં બોરેક્ષ પુગાખીધ (લદાખ) અને સાંભર સરોવરમાં (રાજસ્થાન) મળી આવે છે.

તે મુખ્યત્વે ઓર્થોબોરિક ઑસિડ $\left(\mathrm{H}_{3} \mathrm{BO}_{3}\right)$, બોરેક્ષ $\left(\mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7} \cdot 10 \mathrm{H}_{2} \mathrm{O}\right)$ અને કર્નાઈટ $\left(\mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7} \cdot 4 \mathrm{H}_{2} \mathrm{O}\right)$ સ્વરૂપે મળી આવે છે.

બોરોનના બે સમસ્થાનિકો ${ }^{10} \mathrm{~B}(19 \%)$ અને ${ }^{11} \mathrm{~B}(81 \%)$ જોવા મળે છે.

એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ત્રીજા નંબરની ધાતુ છે. $(i)$ ઓક્સિજન $(45.5\%)$ $(ii)$

સિલિકોન $(27.7 \%)$ $(iii)$ એલ્યુમિનિયમ $(8.31 \%)$

બોક્સાઈટ $\left(\mathrm{Al}_{2} \mathrm{O}_{3} \cdot 2 \mathrm{H}_{2} \mathrm{O}\right)$ અને ક્રાયોલાઈ $\left(\mathrm{Na}_{3} \mathrm{AlF}_{6}\right)$ એલ્યુમિનિયમની અગત્યની ખનીજો છે. ભારતમાં એલ્યુમિનિયમનું ખનિજ અબરખ (માઈકા) મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા અને જમ્મુમાંથી મળી આવે છે. જ્યારે ગેલિયમ $(Ga)$, ઇન્ડિયમ $(In)$, થેલિયમ $(TI)$ ની ઉપસ્થિતિ ખૂબ ઓછી છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.