$H_3BO_3$ (ઓર્થોબોરિક એસિડ)ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો.
ભૌતિક ગુણધર્મો :
તે સફેદ રફટિકમય ઘન પદાર્થ કે જે સ્પર્શે ચીક્ણા હોય છે.
તે પાણીમાં અલ્પદ્રાવ્ય અને ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે.
તે બોરોનના ઘણા સંયોજનોના જળવિભાજનથી બને છે.
તે સ્તરીય બંધારણ ધરાવે છે. જેમાં સમતલીય $\mathrm{BO}_{3}$ એક્મો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\mathrm{H}$ બંધ દ્વારા જોડાયેલ હોય છે.
રાસાયણિક ગુણધર્મો :
બોરોક્ષના જલીય દ્રાવણને ઍસિડિક કરીને બનાવી શકાય છે.
$\mathrm{Na}_{2} \mathrm{~B}_{4} \mathrm{O}_{7}+2 \mathrm{HCl}+5 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow 2 \mathrm{NaCl}+4 \mathrm{H}_{3} \mathrm{BO}_{3}$
તે નિર્બળ મોનોબેઝિક ઍસિડ છે. તે પ્રોટોનીમ ઍસિડ નથી પણ હાઈડ્રોક્સિલ આયન પાસેથી $e^{-}$મેળવીને લૂઈસ ઍસિડ તરીક વર્તે છે.
$\mathrm{B}(\mathrm{OH})_{3}+2 \mathrm{HOH} \rightarrow\left[\mathrm{B}(\mathrm{OH})_{4}\right]^{-}+\mathrm{H}_{2} \mathrm{O}^{+}$
તેને $370 \mathrm{~K}$ થી ઉંચા તાપમાને ગરમ કરતાં તે $\left(\mathrm{HBO}_{2}\right)$ મેટાબોરિક ઍસિડ બનાવે છે. જે વધુ ગરમ કરતાં બોરિક ઑક્સાઈડ $\left(\mathrm{B}_{2} \mathrm{O}_{3}\right)$ બને છે.
નીચેનામાંથી કઇ પ્રક્રિયા દ્વારા બોરેઝીન બનાવાય છે ?
તેરમાં સમૂહના તત્વોમાં ક્યું તત્ત્વ તેના સંયોજનોમાં સમૂહની સંયોજકતા દર્શાવતું નથી ?
નીચેનામાંથી કઇ પદ્ધતિમાં ઉદ્દીપક વપરાતો નથી ?
સમૂહ $13$ ના કયાં તત્ત્વોમાં $+1$ અને $+3$ બંને ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે ?
$ALCl_3$ એ એનહાઇડ્રસ સહસંયોજક છે જોકે, જ્યારે તે પાણીમાં ભળી જાય છે ત્યારે હાઇડ્રેડ આયનીય ફોર્મ રચાય છે. આ પરિવર્તનને કોના કારણે છે?