કારણ આપો : સોડિયમ, પોટૅશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે.
સોડિયમ, પોટેશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે, કારણ કે આ ધાતુઓને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે હવા સાથે ખૂબ જ વધુ પ્રબળતાથી પ્રક્રિયા કરે છે અને આગ પકડી લે છે તેથી તેમને કેરોસીન તેલમાં ડુબાડીને રાખવામાં આવે છે જે તેનું ઑક્સિડેશન થતું અટકાવે છે.
તમને એક હથોડી, બૅટરી, ગોળો, તાર અને સ્વિચ આપેલા છે.
$(a)$ તમે તેમનો ધાતુઓ અને અધાતુ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો ?
$(b)$ ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો.
ઝિંક, મૅગ્નેશિયમ અને કૉપરના ધાતુ ઑક્સાઇડો નીચે દર્શાવેલ ધાતુઓ સાથે ગરમ કરવામાં આવ્યા :
ધાતુ | ઝિંક | મૅગ્નેશિયમ | કૉપર |
ઝિક ઑક્સાઇડ | - | - | - |
મૅગ્નેશિયમ ઑક્સાઇડ | - | - | - |
કૉપર ઑક્સાઇડ | - | - | - |
કયા કિસ્સામાં તમે વિસ્થાપન પ્રક્રિયા થતી જોઈ શકો છો ?
નીચેનાં પદોને વ્યાખ્યાયિત કરો :
$(i)$ ખનીજ $(ii)$ કાચી ધાતુ (અયસ્ક) $(iii)$ ગેંગ
રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો.
$(i)$ સોડિયમ, ઑક્સિજન અને મૅગ્નેશિયમ માટે ઈલેક્ટ્રોન-બિદુની રચના લખો.
$(ii)$ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા $Na_2O$ અને $MgO$ નું નિર્માણ દર્શાવો.
$(iii)$ સંયોજનોમાં કયાં આયનો હાજર છે ?