- Home
- Standard 10
- Science
તમે ચોક્કસપણે નિસ્તેજ (ઝાંખા) તાંબાના વાસણો લીંબુ અથવા આમલીના રસ વડે શુદ્ધ થતાં જોયાં છે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો. શુદ્ધ કરવા માટે અસરકારક છે ?
Solution
કૉપર ધાતુની સપાટી પર હવાની પ્રક્રિયા દ્વારા બેઝિક કૉપર કાર્બોનેટનું સ્તર ઉદ્દભવે છે.
$2Cu(s) + {O_2}(g) + {H_2}O(l)$ $ + C{O_2}(g) \to CuC{O_3} + Cu{(OH)_2}(s)$
કૉપર હવામાંના ઘટકો (બેઝિક) કોપર કાર્બોનેટ
કૉપર ધાતુની સપાટી પર રચાતું આવું બેઝિક કૉપર કાર્બોનેટ સ્તર (પડ) પાણીમાં અદ્રાવ્ય હોવાથી તેને એકલા માત્ર પાણી વડે સાફ કરી શકાતું નથી, પરંતુ તે ઍસિડમાં દ્રાવ્ય છે. તે મુજબ લીંબુ સાઇટ્રિક ઍસિડ ધરાવે, આમલી ટાર્ટરિક ઍસિડ ધરાવે છે અથવા બીજા અન્ય કોઈ ખાટા પદાર્થો કે જે એસિડ ધરાવતા હોય તે આવા વાસણોને શુદ્ધ કરવા માટે અસરકારક ગણી શકાય છે.
આ પ્રકારના ઍસિડ કે બેઝિક કૉપર કાર્બોનેટને તટસ્થ બનાવે છે અને આ પ્રકારના સ્તરને દ્રાવ્ય બનાવે છે. આથી નિસ્તેજ તાંબાના વાસણોને લીંબુ અથવા આમલીના રસ વડે શુદ્ધ કરવામાં આવે છે અને તેમને ચમકદાર બનાવવામાં આવે છે.