સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં $r$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી $h$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ $h$ કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)
એક પાણી ભરેલા ટેન્કમાં એક લોખંડના ગોળાને મુક્ત પતન કરાવતા ગોળાનો ટર્મિનલ વેગ $V =10\; cm\,s ^{-1}$ મળે છે. લોખંડની ઘનતા $\rho=7.8\; g\,cm ^{-3}$, પાણીનો શ્યાનતા ગુણાંક $\eta_{\text {water }}=8.5 \times 10^{-4}\; Pa - s$ છે. આ જ ગોળાની આ જ ટેન્કમાં પરંતુ ગ્લિસરીનમાં મુક્ત પતન કરાવવામાં આવે, તો ગોળાનો ટર્મિનલ વેગ કેટલો હશે? (ગ્લિસરીન માટે ઘનતા $\rho=12 \;g\,cm^{-3}, \eta=13.2$)
સ્નિગ્ધ પ્રવાહીમાં $a$ ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ કોના સમપ્રમાણમાં હોય?
$M$ દળ ધરાવતા અને $d$ જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલ (દડા) ને, ગ્લીસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જે ગ્લિસરીનની ધનતા $\frac{\mathrm{d}}{2}$ જેટલી હોય તો દડા પર લાગતું સ્નિગ્ધતા (શ્યાનતા) બળ $....$ હશે.
એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ $(v)$ અને સમય $(t)$ના વિધેય તરીકે દર્શાવે તે$........$છે.