વરસાદમાં પાણીનું મોટું અને નાનું પૈકી કયું ટીપું વધુ વેગથી પડે છે ? તે સમજાવો ?
$r$ ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.
બે નાના સમાન દળના અને $\rho_{1}$ અને $\rho_{2}\left(\rho_{1}=8 \rho_{2}\right)$ ઘનતા ધરાવતા ગોળાની ત્રિજ્યા અનુક્રમે $1\; mm$ અને $2\; mm$ છે. તે બંનેને એક $\eta$ શ્યાનતાગુણાંક વાળા અને $0.1{\rho}_{2} $ ઘનતા ધરાવતા પ્રવાહીમાં (સ્થિર સ્થિતિમાંથી) પાડવામાં આવે, તો તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો થાય?
એક નળાકાર પાત્રમાં ભરેલા પાણીને આકૃતિમાં બતાવ્યા મુજબ $\theta$ ખૂણાના ઢોળાવ પરની સપાટી પર છોડવામાં આવે છે. પાત્રનો સપાટી સાથેનો ઘર્ષણાંક $\mu( < \tan \theta)$ છે. તો પાણીની સપાટી દ્વારા ઢોળાવ સાથે બનેલ સંપર્કકોણ $...........$
એક શ્યાન પ્રવાહીમાં એક સોનાનાં ગોળાનો ટર્મીનલ વેગ $0.2 \;m / s$ છે. (સોનાની ધનતા $19.5 \;kg / m ^{3}$, શ્યાન પ્રવાહીની ઘનતા $1.5 \;kg / m ^{3}$ ) તો તેટલા જ પરિમાણ વાળા ચાંદીનાં ગોળાનો તે જ પ્રવાહમાં ટર્મીનલ વેગ કેટલો થાય? (ચાંદીની ધનતા $10.5 \;kg / m ^{3}$ છે.)