નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I$ : થર્મોમીટરની બનાવટ માં ગેલીયમ નો ઉપયોગ થાય છે.

વિધાન $II$ : ગેલીયમ ધરાવતું થર્મોમીટર બ્રાઈન દ્રાવણ (લવણ દ્રાવણ) નું ઠારબિંદુ ($256 K$) માપવા માટે ઉપયોગી છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2024]
  • A

    બંને વિધાન $I$ અન વિધાન $II$ ખોટા છે.

  • B

    વિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાયું છે.

  • C

    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાયા છે.

  • D

    વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ ખોટું છે.

Similar Questions

બોરેક્સનો ઉપયોગ લખો.

ડાયબોરેનમાં બોરનના સંકરણનો પ્રકાર કયો છે ? 

કોઈ એક ક્ષાર $X$ નીચે જણાવેલા પરિણામો આપે છે :

$(i)$ તેનું જલીય દ્રાવણ લિટમસપત્ર પ્રત્યે બેઝિક છે.

$(ii)$ તેને સખત ગરમ કરતાં ફુલીને કાચ જેવો ઘન પદાર્થ $Y$ બને છે.

$(iii)$ જ્યારે $X$ ના ગરમ દ્રાવણમાં સાંદ્ર $H_2SO_4$ને ઉમેરવામાં આવે છે ત્યારે કોઈ ઍસિડ $Z$ના સફેદ સ્ફટિક મળે છે.

ઉપર દર્શાવેલી બધી પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો અને $X$ , $Y$ અને $Z$ ને ઓળખો. 

વિધાન  : $Be$ અને  $Al$ બંને અનુક્રમે $BeF_4^{2-}$ અને $AlF_6^{3-}$ જેવા સંકીર્ણ બનાવી શકે છે,$BeF_6^{3-}$ રચાયેલ નથી.

કારણ : $Be$,ના  કિસ્સામાં, કોઈ પણ ખાલી $d-$ કક્ષક તેના બાહ્ય શેલમાં હાજર નથી.

  • [AIIMS 2015]

બોરોનનો ફ્લોરાઈડ $BF_3$ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પણ બોરોનનો હાઇડ્રાઇડ $BH_3$ બનાવતું નથી. કારણ આપો અને બોરોનના હાઇડ્રાઇડનું બંધારણ સમજાવો.