આયર્ન (લોખંડ)ના ન્યુક્લિયસ માટે દળ $55.85 \,u$ અને $A= 56$ આપેલ છે. તેના ન્યુક્લિયસની ઘનતા શોધો.
$m_{ Fe }=55.85\,u =9.27 \times 10^{-26} \,kg$
ત્રિજ્યા $R = {R_0}{A^{1/3}}$
$ = 1.2 \times {10^{ - 13}} \times {(56)^{1/3}}\,m$
ન્યુક્લિયસનું કદ $ = \frac{4}{3}{\pi R^3} = 4.05 \times {10^{ - 43}}\,{m^{ - 3}}$
ન્યુક્લિયર ઘનતા = દળ / કદ $ = 2.29 \times {10^{17}}\,kg{m^{ - 3}}$
ન્યુટ્રોન તારાઓ (ખગોળ ભૌતિકીય પદાર્થ)ની ઘનતા આ ઘનતા સાથે સરખામણી કરી શકાય તેવી છે. આ દર્શાવે છે કે, તેવા પદાર્થોમાં દ્રવ્ય એટલા બધા પ્રમાણમાં દબાવાયેલું (Compressed) -ખીચોખીચ - છે કે તેઓ મોટા ન્યુક્લિયસ સાથે સામ્યતા ધરાવે છે.
ન્યુકિલયસનો અણુભાર $ A = 40 $ અને ઇલેકટ્રોન રચના $1{s^2},\;2{s^2},\;2{p^6},\;3{s^2},\;3{p^6} $ હોય,તો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા અનુક્રમે કેટલી થાય?
ન્યુક્લિયસની ઘનતા, પાણીની ઘનતા કરતાં કેટલાં ગણી વધુ છે ?
$ _{13}A{l^{27}} $ અને $ _{52}{X^A} $ ની ત્રિજયાનો ગુણોત્તર $3:5$ હોય,તો $X$ માં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?
ન્યૂટ્રૉનની શોધ કોણે કરી હતી ?
નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો.
$A.$ દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે.
$B.$ બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે.
$C.$ ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે.
$D.$ મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે.
$E.$ રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો