- Home
- Standard 10
- Science
અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે ?
Solution
અનૈચ્છિક ક્રિયાઓ : શરીરમાં આવતી અનૈચ્છિક ક્રિયાઓ પર વ્યક્તિનું નિયંત્રણ હોતું નથી જે આપમેળે ચાલ્યા કરે છે.
શરીરના અંતઃસ્થ અંગો હદય, ફેફસાં વગેરે સાથે સંકળાયેલ છે. આવા અંગો દ્વારા થતાં સતત અને નિયમિત કાર્યો પર આપણી ઇચ્છા મુજબ નિયંત્રણ કરી શકાતું નથી. ઉદા., હૃદયના ધબકારા, શ્વાસોચ્છવાસ… વગેરે.
અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન મધ્યમગજ અને પશ્ચમગજ દ્વારા થાય છે.
પશ્ચમગજ દ્વારા રુધિરનું દબાણ, લાળરસનું ઝરવું ઊલટી થવી જેવી અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન થાય છે.
પરાવર્તી ક્રિયાઓ : પરાવર્તી ક્રિયાઓનું નિયમન કરોડરજજુ દ્વારા થાય છે.
આકસ્મિક કે ભયજનક પરિસ્થિતિમાં નિયંત્રણ અને સંવાદિતતા જાળવતી ક્રિયા છે.
પરાવર્તી ક્રિયાઓ પરાવર્તી કમાન દ્વારા જે કરોડરજ્જુમાં બને છે તેના દ્વારા પૂર્વવત્ સૂચનાઓ મગજ સુધી પહોંચાડે છે.
પરાવર્તી ક્રિયાઓ ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં કાર્ય કરે છે.