- Home
- Standard 12
- Physics
વાહકો અને અવાહકો કઈ રીતે અલગ છે ? ધાતુને આપણા હાથમાં રાખીને તેને ઘસતા શા માટે તે વિધુતભારિત થતાં નથી ?
Solution
જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે તેમને સુવાહકો અથવા વાહકો $(Conductors)$ કહે છે.
વાહકો પાસે મુક્ત ઇલેક્ટ્રૉન હોય છે તેથી તે દ્રવ્યમાં સરળતાથી ગતિ કરી શકે છે.
દા.ત. : ધાતુઓ, માનવ તથા પ્રાણીના શરીર અને પૃથ્વી.
જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતને પસાર થવા ન દે તેમને અવાહકો $(Insulators)$ કહે છે.
અવાહકોમાં મુક્ત એવા વિદ્યુતભારો (ઇલેક્ટ્રૉન) હોતાં નથી તેથી વિદ્યુતભારોને પસાર થવા દેવા મોટો અવરોધ દાખવે છે. દા.ત. : અધાતુઓ, કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, રબર, નાયલૉન અને લાકડું.
વાહકોને વિદ્યુતભાર આપતાં આ વિદ્યુતભાર વાહકની સપાટી પર વિતરિત થાય છે જયારે અવાહકને વિદ્યુતભાર આપતાં તે જે-તે સ્થાને સ્થિર રહે છે.
ધાતુના સળિયાને હાથમાં રાખી ઊન સાથે ઘસતાં કોઈ વિદ્યુતભાર મળતો નથી કારણ કે, માણસનું શરીર, વિદ્યુત માટે વાહક છે. તેથી ધાતુ પર જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થયો હોય તે માણસના શરીર દ્વારા પૃથ્વીમાં જતો રહે છે.
ધાતુના સળિયાને પ્લાસ્ટિક અથવા રબરના હાથા વડે પકડીને ઊન સાથે ઘસતાં હવે સળિયાને વિદ્યુતભારિત કરી શકાય છે.