વિધુતભારોના પ્રકારના સરવાળાનો અર્થ શું છે ?
વિદ્યુતભાર અદિશ રાશિ છે.
કોઈ પણ તંત્ર પરનો કુલ વિદ્યુતભાર તે પદાર્થની અંદરના જુદા જુદા બિંદુઓ આગળના ધન અને ઋણ વિદ્યુતભારોના બૈજિક સરવાળા જેટલો હોય છે.
જે એક તંત્ર પરના વિદ્યુતભારો $q_{1}, q_{2}, q_{3}, \ldots, q_{n}$ હોય, તો તેના પરના કુલ વિદ્યુતભાર $Q =q_{1}+q_{2}+q_{3}+\ldots+q_{n}$.
$\therefore Q =\sum^{n}_{i=1} q_{i}$ જ્યાં $i=1,2,3, \ldots, n$
દા.ત. :કોઈ યાદચ્છિક એકમમાં $+1,+2,-3,+4$ અને $-5$ વિદ્યુતભારો ધરાવતા તંત્રનો કુલ વિદ્યુતભાર તે એકમમાં (+ 1) $+(+2)+(-3)+(+4)+(-5)=-1$ છે.
સ્થિત વિધુત ઉત્પન્ન થવાથી બનતી ઘટનાઓ જણાવો.
$1\ gm$ દળના ઘન ગોળામાં $5 \times 10^{21}$ પરમાણુ છે, $0.01\%$ પરમાણુ દીઠ એક ઇલેકટ્રોન દૂર કરતાં ગોળો કેટલા .....$C$ વિદ્યુતભાર પ્રાપ્ત કરે?
$r_{1}$ ત્રિજ્યા અને $q_{1}$ વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો $r_{2}$ ત્રિજ્યા અને $q_{2} $ વિદ્યુતભાર ધરાવતી એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલ છે. દર્શાવો કે જો $q_{1}$ ધન હોય તો જ્યારે તે બંનેને તાર વડે જોડેલા હોય), કવચ પર કોઈ પણ વિદ્યુતભાર $q_{2}$ હોય તો પણ, વિદ્યુતભાર ગોળાથી કવચ પર વહન પામશે જ.
બે સમાન અને $-q$ ઋણ વિદ્યુતભારીત વિદ્યુતભારોને $Y$ અક્ષ પર $(0, a)$ અને $(0, -a)$ બિંદુ આગળ મૂકેલા છે એક ધન વિદ્યુતભાર $q$ સ્થિર સ્થિતિએ છે જે $(2a, 0)$ બિંદુથી ડાબી બાજુએ ગતિ કરે છે. આ વિદ્યુતભાર કયો હશે ?
હવે એવું માનવમાં આવેબ છે કે પ્રોટોન અને ન્યૂટ્રોન ( જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયાસોની રચના કરે છે. ) પોતે પણ ક્વાર્કસ તરીકે ઓળખાતા વધારે પ્રાથમીક એકમોના બનેલા છે. એક પ્રોટોન અને એક ન્યૂટ્રોન દરેક , ત્રણ ક્વાકૅસના બનેલા છે. ( $u$ વડે દર્શાવતા ) કહેવાતા $up$ ક્વાર્ક જેનો વિધુતભાર $+(2/3)e$ છે અને ( $d$ વડે દર્શવાતા ) કહેવાતા down કવાર્ક જેનો વિધુતભાર $(-1/3)e$ છે અને ઇલેક્ટ્રોન એ બધા ભેગાં મળીને સામાન્ય દ્રવ્ય બનાવે છે. ( બીજા પ્રકારના કવાર્ક પણ શોધાયા છે. જેઓ દ્રવ્યના વિવિધ અસામાન્ય પ્રકાર ઉપજાવે છે. ) પ્રોટોન અને ન્યૂટ્રોન માટે શક્ય કવાર્ક બંધારણનું સૂચન કરો.