- Home
- Standard 12
- Physics
બે બિંદુવતું વિધુતભારો વચ્ચે લગતા વિધુતબળના મૂલ્ય માટેનો નિયમ કુલંબ નામના વૈજ્ઞાનિકે કેવી રીતે શોધ્યો ?
Solution
કુલંબે $q$ વિદ્યુતભાર ધરાવતા ગોળાને તેના જેવા જ બીજા વિદ્યુતભાર વગરના ગોળા સાથે સંપર્ક કરાવીને બંને ગોળાઓ પર સમાન $\frac{q}{2}$ જેટલો વિદ્યુતભાર મેળવ્યો.
ફરીથી એક $\frac{q}{2}$ વિદ્યુતભારિત ગોળાને તેના જેવાં જ બીજા વિદ્યુતભાર વગરના ગોળા સાથે સંપર્ક કરવાની બંને ગોળાઓ પર $\frac{q}{4}$ વિદ્યુતભાર મેળવો.
આવી પ્રક્રિયાનું પુનરાવર્તન કરીને $\frac{q}{2}, \frac{q}{4}, \frac{q}{8}, \ldots$ વિદ્યુતભારોની જોડ ધરાવતા ગોળાઓ મેળવ્યા.
કુલંબે વિદ્યુતભારોની નિશ્ચિત જોડી માટે અંતર બદલીને તેમની વચ્ચે લાગતું બળ વળતુલાની મદદથી માપ્યું (વળતુલા એ બળ માપવા માટેનું સંવેદી ઉપકરણ છે.) અને તેને નીયેનો સંબંધ આપ્યો.
$F \propto \frac{1}{r^{2}} \quad \ldots (1)$
હવે તેણે કોઈ એક જ અંતરે જુદ્દી જુદી જોડીના વિદ્યુતભારો માટે તેમની વચ્ચે લાગતું બળ માપ્યું અને આ સંબંધ નીચે મુજબ જણાવો.
$F \propto q_{1} q_{2} \quad \ldots (2)$
આમ, સંયુક્ત રીતે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતબળ $F \propto \frac{q_{1} q_{2}}{r^{2}}$ મેળવ્યું જે કુલંબના નિયમ પરથી ઓળખાય છે.
$\therefore F =k \frac{q_{1} q_{2}}{r^{2}}$ જ્યાં $k$ એ કુલંબનો અચળાંક છે.