એન્ટાર્કટિકાની ઉપર આવેલા વાતાવરણના ઓઝોન સ્તરમાં ગાબડું કેવી રીતે સર્જાયું ? તેની સમીકરણ સહ રજૂઆત કરો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$1980$ માં એન્ટાર્કટિકામાં વાતાવરણીય અભ્યાસ કરી વૈજ્ઞાનિકોએ દક્ષિધ ધ્રુવ ઉપર ઓઝોન સ્તરનું ક્ષયન થતું હોવાની માહિતી આપી. જેને ઓઝોન ગાબડા પણ કહે છે. ઓઝોન ગાબડા માટે પરિસ્થિતિઓનો વિશેષ સમૂહ જવાબદાર છે.

ઉનાળામાં નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને મિથેન, ક્લોરિન મોનોક્સાઈડ અને ક્લોરિન પરમાણુ સાથે પ્રક્રિયા કરી ક્લોરિનુક્ત નીપજ બનાવે છે. જે ઓઝોનના ક્ષયનને વધુ હદ સુધી રોકે છે.

શિયાળામાં એન્ટાર્કટિકા પર વિશિષ્ટ પ્રકારનું વાદળ રચાય છે. જેને ધ્રુવીય સમતાપ વાદળ કહે છે. આ વાદળ એવી સપાટી  પ્રદાન કરે છે જેના પર બનેલો ક્લોરિન નાઈટ્રેટ પ્રક્રિયામાં, હાઈડ્રોજન ક્લોરાઈડ સાથે પણ પ્રક્રિયા કરી ક્લોરિન અણુ બનાવે છે.

$\mathrm{ClO}_{(\mathrm{g})}+\mathrm{NO}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{ClO} \mathrm{NO}_{2(\mathrm{~g})}$

$\dot{\mathrm{C}} \mathrm{l}_{(\mathrm{g})}+\mathrm{CH}_{4(\mathrm{~g})} \rightarrow \dot{\mathrm{C}} \mathrm{H}_{3(\mathrm{~g})}+\mathrm{HCl}_{(\mathrm{g})}$

$\mathrm{ClNO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_{2} \mathrm{O}_{(\mathrm{g})} \rightarrow \mathrm{HOCl}_{(\mathrm{g})}+\mathrm{HNO}_{3(\mathrm{~g})} \ldots . . .(\mathrm{vi})$

$\mathrm{ClONO}_{2(\mathrm{~g})}+\mathrm{HCl}_{(\mathrm{g})} \rightarrow \mathrm{Cl}_{2(\mathrm{~g})}+\mathrm{HNO}_{3(\mathrm{~g})} \ldots . .(\mathrm{vii})$

વસંતઋતુમાં એન્ટાર્કટિકા પર સૂર્યપ્રકાશ પાછો ફરે છે. જે સૂર્યની ગરમીથી આ વાદળને વિખંડિત કરે છે અને પ્રક્રિયા $(viii)$ અને $(ix)$ માં દર્શાવ્યા મુજબ સૂર્યપ્રકાશ દ્વારા $\mathrm{HOCl}$ અને $\mathrm{Cl}_{2}$ નું પ્રકાશીય વિભાજન થાય છે.

$\mathrm{HOCl}_{(\mathrm{g})} \stackrel{h v}{\longrightarrow} \dot{\mathrm{O}} \mathrm{H}_{(\mathrm{g})}+\dot{\mathrm{C}} \mathrm{l}_{(\mathrm{g})} \ldots \ldots .(\mathrm{viii})$

$\mathrm{Cl}_{2(\mathrm{~g})} \stackrel{h v}{\longrightarrow} 2 \dot{\mathrm{C}} \mathrm{l}_{(\mathrm{g})}\ldots \ldots(\mathrm{ix})$

આમ,ક્લોરિન મુક્તમૂલક બને છે.જે ઓઝોનના ક્ષયન માટેની શૃંખલા પ્રક્રિયાનો પ્રારંભ કરે છે.

Similar Questions

બાયોગેસ કેવી રીતે બને છે ?

રજકણ સ્વરૂપના પ્રદૂષકોના ઉદાહરણ આપો. 

પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું ?

જૈવ અવિઘટનીય ઔદ્યોગિક ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે ?

રજકણ પ્રદૂષકોની પર્યાવરણ પર થતી અસરો ટૂંકમાં લખો.