ક્લોરોફ્લોરોકાર્બન $(CFC)$ દ્વારા ઓઝોન વાયુનું ખંડન કેવી રીતે થાય છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઓઝોન સ્તરનું ક્ષયન થવાનું મુખ્ય કારણ $CFCs$ ક્લોરો-ફલોરોકારન સંયોજનનું ઉત્સર્જન છે, જેને ફ્રિઓન કહે છે. આ સંયોજનો અપ્રતિક્રિયાત્મક, અજવલનશીલ, બિનઝેરી કાર્બનિક સંયોજનો છે.

તેઓનો ઉપયોગ રેફ્રિજરેટર, એરકન્ડિશનર, પ્લસ્ટિક ફોમના ઉત્પાદનમાં અને કમ્પ્યુટરના ભાગોને સફાઈ માટે ઈલેક્ટ્રોનિક ઉદ્યોગોમાં થાય છે.

$CFCs$ વાતાવરણના વાયુઓ સાથે મિશ્ર થઈ, સમતાપ આવરણમાં પ્રબળ પારજંબલી કિરહોથી ખંડિત થઈને ક્લોરિન મુક્તમૂલક ઉત્પન્ન કરે છે.

$\mathrm{CF}_{2} \mathrm{Cl}_{2(\mathrm{~g})} \stackrel{\mathrm{UV}}{\longrightarrow} \dot{\mathrm{Cl}}_{(\mathrm{g})}+\dot{\mathrm{C} F}_{2} \mathrm{Cl}_{(\mathrm{g})} \ldots \ldots \text { (i) }$

આ ક્લોરિન મુક્તમૂલક સમતાપ આવરધામાં રહેલા ઓઝોન સાથે પ્રક્રિયા કરી ક્લોરિન મોનોક્સાઇડ મુક્તમૂલક અને ઓક્સિજન અણુ બનાવે છે.

$\dot{\mathrm{C}} \mathrm{I}_{(\mathrm{g})}+\mathrm{O}_{3(\mathrm{~g})} \rightarrow \mathrm{Cl} \dot{\mathrm{O}}_{(\mathrm{g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\dots(ii)$

આ ક્લોરિન મોનોક્સાઇ્ડ મુક્તમૂલક ઓક્સિજન પરમાણુ સાથે પ્રક્રિયા કરી ક્લોરિન મુક્તમૂલક બનાવે છે.

$\mathrm{Cl} \dot{\mathrm{O}}_{(\mathrm{g})}+\mathrm{O}_{(\mathrm{g})} \rightarrow \dot{\mathrm{C}} \mathrm{l}_{(\mathrm{g})}+\mathrm{O}_{2(\mathrm{~g})} \quad \ldots (iii)$

ક્લોરિન મુક્તમૂલક સતત બનતો જ રહે છે કે ઓઝોનવાયુનું ક્ષયન કરે છે. તેથી $\mathrm{CFC}_{\mathrm{S}}$ સમતાપ આવરણમાં ક્લોરિન મુક્તમૂલક ઉત્પન્ન કરવાવાળા અને ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનાર પરિવહનીયકારકો છે.

Similar Questions

તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?

વાતાવરણીય પ્રદૂષણના પ્રકારો જણાવો. 

ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓની યાદી તૈયાર કરો. 

હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા કેવી રીતે મદદરૂપ થશે ?

એક તળાવમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તરતી જોવા મળી, તેમાં કોઈ ઝેરી પદાર્થ ન હતો, પરંતુ વિપુલ પ્રમાણમાં જલીય વનસ્પતિ જોવા મળી. માછલીઓના મરવાનાં કારણો સૂચવો.