સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોકના દળ પર તેના દોલનનો આવર્તકાળ કેવી રીતે આધાર રાખે છે ?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દેઢ આધારો વચ્ચે $k$ સ્પ્રિંગ અચળાંકવાળી બે સ્પ્રિંગો સાથે $m$ દળના બ્લોકને જોડેલો છે. જ્યારે $m$ દળના બ્લોકને સંતુલન સ્થાનથી જમણી બાજુ $x$ જેટલો ખસેડવામાં આવે ત્યારે બ્લોક પર લાગતું પુનઃસ્થાપક બળ શોધો.
$k$ જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈને $1:2:3 $ ના ગુણોત્તરમાં કાપવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે અને નવો બળ અચળાંક $k’$ થાય. પછી તેમને સમાંતરમાં જોડવામાં આવે છે અને બળ અચળાંક $k’’ $ થાય છે. તો $\frac{{{k'}}}{{{k''}}}$ કેટલો થાય?
સ્પ્રિંગના છેડે લટકાવેલ પદાર્થના દોલનો સ.આ. હોવા માટેની શરત લખો.
$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના બે ટુકડા કરવામાં આવે છે,મોટા ટુકડાની લંબાઇ નાના ટુકડાની લંબાઇ કરતાં બમણી છે,તો મોટા ટુકડાનો બળ અચળાંક કેટલો થાય?
આકૃતિમાં દર્શાવેલ તંત્રની સરળ આવર્તગતિની આવૃતિ કેટલી હશે?