- Home
- Standard 12
- Physics
એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકંડે $10^{9}$ ઇલેક્ટ્રૉન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ $1\,C$ વિધુતભાર થવા માટે કેટલો સમય લાગશે ?
$100$ વર્ષ
$200$ વર્ષ
$250$ વર્ષ
$300$ વર્ષ
Solution
એક સેકંડમાં $10^{9}$ ઇલેક્ટ્રૉન પદાર્થમાંથી બહાર જાય છે. તેથી એક સેકંડમાં બહાર જતો વિદ્યુતભાર $1.6 \times 10^{-19} \times 10^{9} \,C =1.6 \times 10^{-10} \,C$. $1\,C$ વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય $1 \,C \div\left(1.6 \times 10^{-10} \,C / s \right)=6.25 \times 10^{9}\, s =6.25 \times 10^{9} \div(365 \times 24 \times$ $3600$ $years$ $=198$ $years$. આમ, જે પદાર્થમાંથી $10^{9}$ ઇલેક્ટ્રૉન દર સેકંડે બહાર જતા હોય તેમાંથી $1\,C$ વિધુતભાર મેળવવા માટે આપણને લગભગ $200$ વર્ષ લાગે. આથી, $1 \,Coulomb$ વિધુતભાર ઘણા વ્યાવહારિક હેતુઓ માટે ખૂબ મોટો એકમ છે.
આમ છતાં, એ જાણવું રસપ્રદ છે કે દ્રવ્યના $1$ ઘન સેન્ટિમીટર ( $1 \,Cubic \,Centimetre$) ના ટુકડામાં લગભગ કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે. $1 \,cm$ ની બાજુવાળા કૉપરના ઘન ટુકડામાં લગભગ $2.5 \times {10^{24}}$ ઇલેક્ટ્રૉન હોય છે.